નીતુ સિંહએ ૬૩મો જન્મ દીવસ કપૂર પરિવાર સાથે ઉજવ્યો, ફોટો શેર કર્યા

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂરનો જન્મ ૮ જુલાઇ ૧૯૫૮માં દિલ્હીમાં થયો હતો. નીતુ કપૂરનું અસલી નામ હરમીત કૌર છે. તેને પોતના કરિયરની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી. ‘સુરજ’, ‘દો દુની ચાર’, ‘વારિસ’ અને ‘ઘર ઘર કી કહાની’ સહિત કેટલીય ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. પોતાના મુંબઈ સ્થિત ઘરે કપૂર પરિવાર સાથે ૬૨માં જન્મ દીવસની ઉજવણી કરતાં ફોટો સો.મીડિયામાં ભારે વાયરલ થયા છે.
નીતુ કપૂરની દીકરી રિધિમા કપૂર સાહનીએ સો.મીડિયામાં બર્થડે પાર્ટીના ફોટો શેર કર્યા છે. જે હાલ સો.મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. માં નીતુ અને ભાઈ રણબીર સાથેના આ ફોટોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નીતુ કપૂરે બુધવાર રાત્રે કપૂર પરિવાર સાથે પોતાના ૬૩માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. રણબીર, આ પાર્ટીમાં રણબીર કપૂર,આલિયા ભટ્ટ સહિત પરિવારના તમામ નાના-મોટા સભ્યો જાેવા મળ્યા હતા. કપૂર પરિવારમાં સેલિબ્રેશન હોય અને એક ખાસ મહેમાન ન આવે એ તો કેમ બને? પાર્ટીમાં કરીના-કરિશ્મા સિવાય આલિયા ભટ્ટ પણ પોતાની માં સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે પહોચી હતી.
કરીના કપૂર પોતાના ગ્લેમરસ લૂકમાં પાર્ટીમાં જાેવા મળી હતી. ઓફ વ્હાઇટ બ્લેઝર, ટ્યુબ ટોપ સાથે કરીનાનો સ્મોકી આઈ મેકઅપ લોકો પસંદ કરી રહ્યા છે. કરિશ્મા કપૂરની દીકરી સમાયરા અને રિધિમાઇ દીકરી સમારા પણ પાર્ટી એન્જાેય કરતી જાેવા મળી હતી. બને ઘણી ક્યૂટ લાગી રહી હતી.
હવે જ્યારે આલિયા ભટ્ટ કપૂર પરિવારની ‘ખાસ’ છે ત્યારે કોઈ પણ ઉજવણીમાં એ કેમ હાજરન રહે ? પોતાની માં સાથે આલિયાએ પણ બર્થડે પાર્ટીને ખૂબ એન્જાેય કરી હતી.
Recent Comments