fbpx
બોલિવૂડ

સાન્યા મલ્હોત્રા-રાજકુમાર રાવ તેલુગુ ફિલ્મ “હિટ”ની હિન્દી રિમેકમાં સાથે જાેવા મળશે

ફિલ્મ ‘હિટ’ માં રાજકુમારને સાથ આપશે અભિનેત્રી સાન્યા મલ્હોત્રા , જેની છેલ્લી ફિલ્મ ‘પગલૈટ’ સીધી ઓટીટી પર રિલીઝ થઈ છે. રાજકુમાર રાવ અગાઉ સાન્યાની ફિલ્મ ‘દંગલ’ માં તેમની પાર્ટનર ફાતિમા સના શેખ સાથે ફિલ્મ ‘લુડો’ માં કામ કરી ચૂક્યા છે. રાજકુમાર રાવની છેલ્લી ત્રણ ફિલ્મો ‘ધ વ્હાઇટ ટાઇગર’, ‘લુડો’ અને ‘છલાંગ’ સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી અને ત્રણેય ફિલ્મોમાં દર્શકોને તેમનું કામ પસંદ આવ્યું હતું.


અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કહ્યું, તે લોકપ્રિય તેલુગુ ફિલ્મ “હિટ” ના હિન્દી રિમેકમાં રાજકુમાર રાવની સાથે જાેવા મળશે.
વર્ષ ૨૦૨૦ માં આવેલી હિટ એક પોલીસ કર્મીની વાર્તા છે જે ગુમ થયેલી મહિલાની શોધમાં નીકળી છે. મલ્હોત્રાએ કહ્યું કે તેમણે અસલ તેલુગુ ફિલ્મ જાેઇ છે અને તેની વાર્તા ખૂબ રસપ્રદ છે.


મલ્હોત્રાએ એક નિવેદનમાં કહ્યું કે, ‘મેં’ હિટ ‘જાેઈ છે અને મને ફિલ્મનો કોન્સેપ્ટ ખૂબ પસંદ આવ્યો. જ્યારે મને ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે મેં તરત જ હા પાડી દિધી. તે એક ખૂબ જ રોચક અને રસપ્રદ વાર્તા છે જે વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે હકદાર છે. હું આ ફિલ્મમાં રાજ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. ”

વિશ્વક સેન અને રૂહાની શર્મા મુખ્ય ભુમિકા વાળી ‘હિટ’ નું દિગ્દર્શન શૈલેશ કોલાનુએ કર્યું હતું, જે હિન્દી સંસ્કરણનું નિર્દેશન પણ કરશે. હિન્દી રિમેકનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, દિલ રાજુ, કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. મલ્હોત્રાની તાજેતરમાં રજૂ થયેલી “પગલૈટ” અને “લુડો” ફિલ્મમાં તેમના કામ માટે વખાણ કરવામાં આવ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સાન્યા મલ્હોત્રાએ અત્યાર સુધીમાં પેગલૈટ, બધાઈ હો અને ફોટોગ્રાફ જેવી ફિલ્મો દ્વારા સ્ક્રીન પર જાદુ બતાવ્યો છે.

Follow Me:

Related Posts