દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંતોની ઉપસ્થિતિમાં વેકસીનેશન કેમ્પ યોજાયો
દામનગર શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ્ સંચાલીત શ્રી સહજાનંદ આર્ટસસ & કોમર્સ કોલેજ માં રાજય સરકારશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ્ ના અનુરોધથી કોરોના વેકસીનેશન મેગા ડ્રાઈવ નું આયોજનકોલેજ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને એમના પરિવારજનો માટે આયોજન ગુરુકુળ કોલેજ માં કરવામાં આવ્યું હતું. વેકસીનેશન બાબતે ગુરુકુળ ના સંતો શ્રી કો.સ્વામી.ચંદ્રપ્રસાદદાસજી શ્રી વિષ્ણુચરણદાસ સ્વામી ,અને શા.શ્રી આનંદસ્વરૂપદાસ સ્વામી એ વિદ્યાર્થી ઓ ને વેકસીન બાબતે ફેલાતી અંધશ્રધ્ધા થી દૂર રહેવા, લોકો ને જાગૃત કરવા અને બ્રાન્ડ્ એમ્બેસેડ્ર બનવા અપીલ કરી હતી.
આ તકે કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી કોલડિયા સાહેબે જરખિયા P.H.C. ના સ્ટાફ ની આ રાષ્ટ્રીય કામગીરી ને સરહદ પરના સેનિકો ની જમે દેશવાસીઓ ના સ્વાસ્થ્ય નું રક્ષણ કરતી આરોગ્ય સેવા બિરદાવી હતી 24 કલાક લડ્તા આ લડ્વૈયાઓ એવા જરખિયા P.H.C. ના મેડિકલ ઓફિસર ડો.મોલનકાબેન,પ્રિયકાન્તભાઈ ભટ્ટી, રણજીતભાઈ, વેગડા રાજ દીક્ષિત રીનાબેન રાઠોડ્, પૂવીબેન પડાયા, આરતીબેન ભોજાણી વગેરે ની કામગીરી ને બરદાવી હતી. કોલેજ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માં 94.50% રસીકરણ થતાં સૌ વિદ્યરથી ઓનો કોલેજ સ્ટાફ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી અને આ કેમ્પ ને સફળ આયોજન બદલ સર્વ કોલેજ સ્ટાફ ની જહેમત રંગ લાવી રાષ્ટ્રીય રક્ષાત્મક રસીકરણ ની મુહિમ માટે કોલેજ ના સ્ટાફ અને વિદ્યાર્થી ઓના સંકલન થી રસીકરણ કેમ્પ સફળ બન્યો હતો
Recent Comments