ગુજરાત

સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા રદ્દ કરવામાં આવી

સુરતના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા રદ્દ કરવાનો ર્નિણય કર્યો છે. પોલીસ દ્વારા રથયાત્રાના પૂરા રૂટની મંજૂરી ન આપતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રાને રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ પોલીસ દ્વારા ૩ કિલોમીટર રથયાત્રાના રૂટની મંજૂરી આપી હતી અને ત્યારબાદ આ રૂટને માત્ર ૯૦૦ મીટરનો કરવામાં આવ્યો છે. એટલે મંદિરનું વલણ જાેતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રા રદ્દ કરવાનો ર્નિણય કર્યો છે.

ઇસ્કોન મંદિરના મહંતે જણાવ્યું હતું કે, અમે લોકોએ તંત્ર પાસેથી રથયાત્રાના પરંપરાગત રૂટની મંજૂરી માગી હતી. આ રૂટ સ્ટેશનથી જહાંગીરપુરા સુધીનો છે. અમે આ બાબતે અરજી પણ આપી હતી. ત્યારબાદ અધિકારીઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે કોરના છે એટલે આ થઇ શકશે નહીં. તેમે બીજાે વિચાર કરો. એટલે અમે ગુજરાત ગેસ સર્કલથી રથયાત્રાની મંજૂરી આપવામાં આવે. છતાં પણ એ લોકો કહેવા લાગ્યા કે, આ રૂટ પર પણ ખૂબ તકલીફ છે કોરોના છે અને લોકોને તકલીફ થશે એટલે એ લોકો અમને રથયાત્રા પાલનપુર પાટીયાથી કાઢવા માટે જણાવ્યું હતું. એટમે અમે અધિકારીઓનું માન રાખ્યું હતું.

Related Posts