અમરેલી

ગયા વર્ષે અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧.૩૩ લાખનો દંડ વસૂલાયો

આરોગ્ય વિભાગ દ્વારા ૩૬૮ જેટલા કેસ કરી રૂ. ૪૮,૨૯૦/- નો દંડ અને પોલીસ ખાતા દ્વારા ૩૮૨ જેટલા કેસો કરી રૂ. ૬૯,૨૦૦/- નો દંડ વસૂલાયો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનું સઘન અમલીકરણ થાય તે હેતુથી અમરેલી જિલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્ક્વોડ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી એપ્રિલ ૨૦૨૦ થી લઇ માર્ચ ૨૦૨૧ દરમિયાન રૂ. ૧,૩૩,૭૯૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ દરમિયાન ૩૬૮ જેટલા કેસ કરી રૂ. ૪૮,૨૯૦/-નો દંડ, પોલીસ ખાતા દ્વારા ૩૮૨ જેટલા કેસો કરી રૂ. ૬૯,૨૦૦/- નો દંડ, વાહન વ્યવહાર ખાતા દ્વારા ૧૦૧ જેટલા કેસો કરી રૂ. ૨,૦૬૦/- નો દંડ અને જિલ્લાની વિવિધ નગરપાલિકા દ્વારા ૧૮૮ જેટલા કેસો કરી રૂ. ૧૪,૨૪૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તાજેતરના અહેવાલ પ્રમાણે જિલ્લામાં જૂન ૨૦૨૧ માસ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા ૩૩ જેટલા કેસો કરી રૂ. ૩૧૬૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ વિવિધ ગુનાઓ જેવા કે શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ, પાન-ગલ્લા, પાન-બીડી તમાકુની એજન્સી વગેરે જેવી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા ‘તમાકુથી કેન્સર થાય છે’ અને ‘૧૮ વર્ષથી નાની ઉમરની વ્યક્તિ તમાકુનુ વેચાણ/ખરીદીએ દંડનીય ગુનો છે’ તેવું બોર્ડ લગાવવું ફરજિયાત હોય છે અને ‘સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.’ આરોગ્ય-વિષયક ચેતવણી વિના સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. જેમ કે બીડી, સિગારેટ માં ૮૫% ભાગમાં “તમાકુ જીવલેણ છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે.” તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઇમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ થતું હોય જેથી તમાકુ નિયંત્રણ સેલ, પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Related Posts