અમરેલી

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી

જિલ્લાના કુલ ૨૭ ગામોની રૂ. ૬૮૧.૪૯ લાખની યોજનાઓને મંજૂરી મળી

તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપી ભૌતિક રીતે પૂર્ણ થયેલી ૨ યોજનાઓનું સી.એ. દ્વારા ઓડિટ થતા બહાલી આપવામાં આવી હતી. વિવિધ ગામોની યોજનાઓમાં જરૂરી સર્વે કરી તાંત્રિક અને સુધારા તાંત્રિક મંજુરી આપ્યા બાદ કુલ ૨૭ ગામોની રૂ. ૬૮૧.૪૯ લાખની યોજનાઓને નિયમોનુસાર નક્કી થયેલ કક્ષાએથી તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. કેટલાક ગામોમાં લોકફાળામાંથી મુક્તિ મળતા યોજનાકીય કામગીરી શરુ કરવા બહાલી આપવામાં આવી હતી.

સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી તેમજ સમિતિના અન્ય સભ્યશ્રીઓની સર્વાનુમતીએ ગામોમાં લોકફાળો ભરાય અથવા ગ્રામજનો દ્વારા લોકફાળા જેટલી રકમનું શ્રમદાન થાય એટલે યોજનાકીય કામગીરી શરુ કરવાની શરતે બહાલી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આગામી ૧૫ દિવસમાં જે જે ગામોમાં યોજનાકીય કામગીરી કરવા મંજૂરી લેવાની થતી હોય તે કક્ષાએથી તાંત્રિક મંજૂરી મેળવી વહીવટી બહાલી અર્થે પછીની બેઠકમાં રજૂ કરવા જણાવ્યું હતું. જિલ્લામાં જળ જીવન મિશન અંતર્ગત ૧૦૦% ગામોની યોજનાકીય કામગીરી વહેલી તકે શરુ થાય તે દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી.

Related Posts