સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ. ધ્રાંગધ્રાના નિમકનગરમાં સાચા-ખોટાની પરખ માટે લોકોએ ઉકળતા તેલમાં હાથ નાંખ્યા..!!
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં બે પાડોશી વચ્ચેના સામાન્ય ઝઘડામાં સાચા-ખોટાની પરખ માટે લોકો ધગધગતા તેલમાં હાથ નાખતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં લોકો માગ કરી રહ્યા છે કે, પોલીસ આ વીડિયો મામલે કાર્યવાહી કરે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં નિમકનગર ગામમાં એક વિસ્તારમાં કેટલાક લોકો એકઠા થયેલા જાેવા મળી રહ્યા છે, જેમાં બે પાડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. બોલાચાલી બાદ એક વૃદ્ધ ગુસ્સે થાય છે અને ધૂણવા લાગી જમીન પર પડેલી તેલની કડાઈમાં હાથ નાખી દે છે. ત્યાર બાદ એક મહિલા પણ આગળ આવે છે અને તે પણ તેલની કડાઈમાં હાથ નાખી દે છે. દુઃખદ વાત એ છે કે અહીં ઉપસ્થિત લોકો આ વ્યકિતઓને રોકી સમજાવવાને બદલે ધૂણી રહેલા લોકોને પગે લાગતા જાેવા મળી રહ્યા છે.
૨૧મી સદીમાં આ પ્રકારની અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે, સાથે માગ પણ કરી રહ્યા છે કે પોલીસે આ વાઈરલ વીડિયો મામલે તપાસ કરી કાર્યવાહી કરે.
Recent Comments