આતુરતાનો અંતઃ આજે સવારે આઠ કલાકે ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થશે

ધોરણ ૧૦ના પરિણામ બાદ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ આતુરતાથી રિઝલ્ટની રાહ જાેઈ રહ્યા છે. ત્યારે હવે ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો ૧૭મી જુલાઈએ અંત આવી જશે. આવતીકાલે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે ૮ વાગ્યે િીજેઙ્મં.ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જાહેર કરવામાં આવશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.
માર્કશીટ તૈયાર કરવાની ફોમ્ર્યુલા માસ પ્રમોશન આપ્યા બાદ ગુજરાત બોર્ડે ધો.૧૨ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું. આ ફોમ્ર્યુલા પ્રમાણે ધો.૧૦ના પરિણામના ૫૦ માર્ક્સ, ધો.૧૧ના પરિણામના ૨૫ માર્ક્સ તેમજ ધો.૧૨ની સામયિક અને એકમ કસોટીના ૨૫ ગુણ ધ્યાનમાં લેવાશે.
ધોરણ ૧૨ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
Recent Comments