પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક માટે ૯ ઓગસ્ટે પેટાચૂંટણી યોજાશે
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોમાંથી એકમાં પેટા-ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ૯ ઓગસ્ટે એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીના રાજીનામા બાદ બંગાળની એક બેઠક ખાલી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેઓ ફેબ્રુઆરીમાં ટીએમસી છોડીને ભાજપમાં જાેડાયા હતા. ત્યારબાદથી આ બેઠક ખાલી પડી છે.
ચૂંટણી પંચની સત્તાવાર સૂચના મુજબ ૯ ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને સાંજે ૫ વાગ્યા સુધીમાં પરિણામ આવી જશે. ૧૦ ઓગસ્ટ પહેલા બંગાળની આ બેઠક પર ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે જરૂરી છે. ચૂંટણી પંચની ઘોષણા મુજબ ઉમેદવારો ૨૯ જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકે છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨ ઓગસ્ટ છે.
Recent Comments