મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી અજાણ્યા વૃદ્ધે ગાડી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે શનિવારે સવારે એક વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતકની હજી સુધી ઓળખ થઈ શકી નથી. હાલ આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
મણિનગર ક્રોસિંગ પાસે વૃદ્ધે ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટૂંકાવ્યું છે. વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મણિનગરથી વડોદરા તરફ જતા રેલવે ટ્રેક પર અજાણ્યા વૃધ્ધે કોઈક કારણસર પડતું મુકયુ હતું.
ખોખરા પોલીસને આ અંગેની જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવા માટે અને તેની ઓળખની તજવીજ હાથ ધરી છે. હજુ સુધી વૃદ્ધના આપઘાતનું કારણ જાણી શકાયું નથી.
Recent Comments