fbpx
ગુજરાત

ખાનગી સંચાલકોનું અલ્ટિમેટમ, ‘બે દિવસમાં પરમિશન ન આપે તોપણ શાળા શરૂ કરી દઈશું’

કોરોના સંક્રમણને પગલે ઘણા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવા દેવાની માગ ઊઠી છે. ર્સ્વનિભર શાળા-સંચાલકો દ્વારા કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં જ ફરીથી શાળાઓ ખોલવા દેવાની માગ કરાઈ છે. શાળા-સંચાલકોએ કહ્યું હતું કે સરકાર ત્રીજી લહેરની રાહ જાેવાની માનસિકતા ખોટી રાખી રહી છે. હાલ દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ શૈક્ષણિક કાર્ય શરૂ ન થતાં ખાનગી શાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બધું જ અનલોક થયું છે. ક્લાસીસને પરમિશન મળી છે ત્યારે શાળાઓને કેમ નહીં-એવા સવાલ સાથે ડીઈઓને રજૂઆત કરાયા બાદ શાળા-સંચાલકોએ ઉમેર્યું હતું કે બે દિવસમાં પરમિશન ન મળે તો ગુરુવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓની મંજૂરીથી શાળાઓ શરૂ કરી દઈને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

શાળા-સંચાલકોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ ઓછું થતાં સરકારે ધીરે ધીરે મોટા ભાગનાં ક્ષેત્રો અનલોક કર્યાં છે, જેમાં સરકારે અંતિમ તબક્કામાં સ્વિમિંગ પૂલ, સરકારી શાળાઓ, થિયેટર પણ શરૂ કરવાની મંજૂરી આપી છે. તો ખાનગી શાળા શરૂ કરવા માટે સરકાર કેમ ઉદાસીન જણાઈ રહી છે. ખાનગી શાળાના સંચાલકોનું માનવું છે કે સરકાર જે પ્રકારની ગાઈડલાઈન્સ આપે એને અનુસરવા માટે અમે બંધાયેલા છે. તમામ નીતિ-નિયમોને ધ્યાનમાં રાખીને જ શાળા શરૂ કરવા માટે પણ અમે તૈયાર છીએ.

ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ શરૂ કરવામાં આવે એ પ્રકારે ઝડપથી ર્નિણય લેવો જરૂરી છે. ઓફલાઈન શિક્ષણ કરાવવું વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે, કારણ કે, ઘણી એવી ગામડાંની સ્કૂલો છે, જ્યાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓનો નથી. એને કારણે ત્યાં પણ બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકતાં નથી. કોરોના સંક્રમણ નહિવત્‌ પ્રમાણમાં જાેવા મળી રહ્યું છે, ત્યારે સરકારે ઝડપથી આ દિશામાં ર્નિણય લેવો જાેઈએ.
ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અમે તમામ નીતિ-નિયમો માનવા માટે તૈયાર છીએ. બાળકોના સ્વાસ્થ્યની અમે પણ ચિંતા કરી રહ્યા છીએ, પરંતુ હાલની સ્થિતિ જાેતાં બાળકો માટે જાેખમ દેખાતું નથી. સરકાર ત્રીજી લહેરની જાણે રાહ જાેઈ રહી હોય તેવી તેની માનસિકતા દેખાઈ રહી છે. આ પ્રકારની જાે માનસિકતા સરકાર રાખે તો એ ખોટું છે, કારણ કે એનાથી શૈક્ષણિક કાર્યો પર મોટી અસર થઇ રહી છે. બાળકો માટે જે પણ નીતિ-નિયમ હશે એ ચોક્કસપણે અમે અમલ કરીશું. જાે સરકાર સાથ નહીં આપે તો આંદોલન પણ કરીશું એમ વધુમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts