fbpx
ભાવનગર

ભાવનગરમાં મિત્રને બચાવવા જતાં બંને પાણીમાં ગરકાવ થયા

બુધેલ નજીક આવેલ લાખણકા ડેમમાં બે યુવાનો ડૂબી ગયા હતા. લાખણકા ડેમ પાસે સાત મિત્રો ફરવા આવ્યા હતા. તે દરમિયાન એક મિત્રને બચાવવા જતાં બીજાે મિત્ર પાણીમાં પડતાં બંને પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, બંન્નેમાંથી એકને પણ તરતા નહી આવડતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ભાવનગર બુધેલ નજીક આવેલ લાખણકા ડેમ પાસે આજે બપોર બાદ ૭ મિત્રો ફરવા આવ્યા હતા. તે દરમિયાન એક મિત્રને ઉલ્ટી થતાં કેવલ નામનો વ્યક્તિ પાણી ભરવા ડેમમાં ગયો હતો. તે દરમિયાન પાણીમાં પગ લપસી જતાં ડેમમાં ગરકાવ થયો હતો. જેને બચાવવા અન્ય એક હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તેનો પણ ગરકાવ થયો છે. જ્યારે અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે.

બંને યુવાનો સરદારનગર પચાસવારીયામાં રહે છે, કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી પીડબલ્યુડીની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડમાં બુક સ્ટોરની દુકાન ચલાવે છે. હાલ બંને યુવાનની ભાવનગર ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ બનાવને લઇ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

Follow Me:

Related Posts