અમદાવાદના સાણંદમાં છકડા-કાર વચ્ચે અકસ્માત, ૩નાં મોત, ૧૩ ઈજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રેથલ ગામ નજીક રવિવારે કાર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ત્રણ વ્યકિતનાં મોત નીપજ્યાં હતાં અને ૧૩ લોકો ઘાયલ થયાં હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે. સાણંદ જીઆઈડીસી પોલીસમાં તૈનાત એક અધિકારીએ જણાવ્યું, રોડ પરથી પસાર થતાં લોકો મુજબ એક ઝડપી કારે છકડાને ટક્કર મારી હતી, જેમાં ૨૦ વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા.
કારે જાેરદાર ટક્કર મારતા છકડાંના ટુકડા થઈ ગયા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતમાં કારનો પણ બૂડકો બોલી ગયો હતો. ગંભીર અકસ્માતમાં મુસાફરો છકડામાં ફસાયા હતા, જેમાંથી ૩ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સના ડોકટરે ૬૦ વર્ષની મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. જાે કે, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સાણંદ શહેરની બે જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારીએ જણાવ્યું, મૃતકોની ઓળખ કાર ડ્રાઇવર મગન પટેલ (૬૦, રહે. સાણંદ, હીરાપુર ગામ), બાબી પટેલ (૬૦) અને સાણંદના મોતી કિસોલ ગામના રહેવાસી ૩૫ વર્ષીય હસમુખ પટેલ તરીકે થઈ છે, જેઓ છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. છકડામાં મુસાફરી કરતા લોકો નોકરી શોધવા મોતી કિસોલ ગામની મુસાફરી કરી રહ્યા હતા. સાણંદ ય્ૈંડ્ઢઝ્ર પોલીસે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments