મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા સુરતમાં તંત્રની ચિંતા વધી

સુરતમાં હાલ કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસો વધવા લાગ્યા છે. જેના કારણે સુરત શહેરની ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્રથી સુરત લગભગ પંદર હજાર લોકો રોજ આવે છે.
આ ચિંતા એટલા માટે પણ વધી ગઈ છે કે પહેલી લહેરમાં સુરતની હોસ્પિટલોમાં મહારાષ્ટ્રના ૪૦ ટકા અને બીજી લ્હેરમાં ૬૦ ટકા દર્દીઓ દાખલ હતા. જેમાં નંદુરબાર, ધુલીયા અને ચંદ્રપુરના દર્દીઓ સુરત સારવાર માટે આવતા હતા. જેના કારણે સારવારની સુવિધાઓ ખૂટી પડી હતી.
પરંતુ હવે જયારે મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરતને સતર્ક રહેવાની જરૂર છે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા જાે જરૂર પડે તો નજીકના રાજ્યોમાંથી સુરત આવનારા લોકો પર પ્રતિબંધ મુકવાની પણ તૈયારી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં એક હજાર બેડની કોરોના હોસ્પિટલમાં એક ડિલિવરી રૂમ, બે ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે. આ ઉપરાંત એક એક વોર્ડ પીઆઈસીયુ અને એનઆઈસીયુના હશે .
આ જ રીતે શહેરના બાળકો માટે ૨ હજાર સામાન્ય બેડ, દોઢસો પીઆઈસીયુ બેડ, અને ૨૦૦ બેડ કરતા વધુ એનઆઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવૈ છે. ત્યાંજ ૩૫૦ પીડિયાટ્રિક ડોક્ટરોની ટિમ પણ છે. જે અન્ય ડોક્ટરોને ટ્રેઈન કરશે. ૩ હજાર નર્સીંગ સ્ટાફને તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં ૭ થી ૮ હજાર બેડ પણ કોરોના દર્દીઓ માટે તૈયાર છે.
સુરતમાં ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાંથી એકવીસ હજાર મુસાફરો આવે છે. જેમાંથી ૯ હજાર મુસદ્દો મહારાષ્ટ્ર્ના હોય છે. મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય શહેરો માંથી આવનારી લગભગ ૭૦ ટ્રેન સુરત સ્ટેશન પર રોકાય છે. મનપા સુરત સ્ટેશન પર મુંબઈથી આવનારા મુસાફરોનું એન્ટિજન ટેસ્ટ કરે છે. આવા લગભગ ૨ હજાર ટેસ્ટ જ થઇ શકે છે.
એક ટ્રેનના મુસાફરોના ચેકીંગ માટે લગબઘ દોઢ કલાક લાગે છે. તેવામાં અન્ય ટ્રેનના મુસાફરોને વગર ટેસ્ટિંગથી જવા દેવામાં આવે છે. રોજ ૩ એસટી બસોથી મહારાષ્ટ્રમાં ૫૦૦ કરતા વધારે લોકો આવે છે. તે જ પ્રમાણે લગભગ ૮૦ બસોમાં ૩ હજાર કરતા વધુ મુસાફરો આવે છે. ૩૦૦ થી ૪૦૦ ખાનગી વાહનોથી એક હજાર કરતા વધુ લોકો અવરજવર કરે છે. તેવામાં ખાનગી વાહનોથી આવનારા લોકોના તો ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહ્યા.
શહેરમાં કોરોનાની પહેલી લહેરમાં માર્ચ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ચાલી હતી. ફેબ્રુઆરીમાં ૫૩,૫૦૦ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ૧૧૩૭ વ્યક્તિઓના મોટ થયા હતા. ૫૧૮૦૦ દર્દીઓ સાજા થયા હતા. બીજી લહેર માર્ચ ૨૦૨૧થી મેં સુધી ૮૭૬૯ કેસ સામે આવ્યા હતા. ૯૩૭ વ્યક્તિઓના મોટ થયા હતા. ૮૪૨૨૩ દર્દીઓ સાજા થયા હતા. બંને લહેરમાં ૮ હજાર કરતા વધુ દર્દીઓ મહારાષ્ટ્રના હતા.
Recent Comments