ભાવનગરમાં સીએમ રૂપાણી અને ડેપ્યુ. સીએમ નીતિન પટેલના હસ્તે આજે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ

ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે એક અત્યાધુનિક આશરે ૩૨ કરોડના ખર્ચે આધુનિક સાધનોથી સુસજ્જ કેન્સર હોસ્પિટલ તા.૨૦ જુલાઈને મંગળવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં થવાનું છે. ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે. કેન્સરની સારવાર માટે અમદાવાદ, વડોદરા જવું નહિ પડે પણ હવે ભાવનગર જ સારવાર મળશે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેન્સર ઇન્સ્ટીયુટ દ્વારા જ આ હોસ્પિટલ ચલાવાશે, આથી લોકોની આરોગ્ય સેવામાં વધારો થશે.
ગ્રાઉન્ડ સાથે ૩ માળની આ કેન્સર હોસ્પિટલમાં ૨૧૫૦ ચોરસ મીટરનું બાંધકામ થયેલું છે આ હોસ્પિટલ માં ૭૨ બેડ હશે જેમાં એરકન્ડિશન વાળા સ્પેશિયલ રૂમમાં ૧૨ બેડ હશે અને ૬૦ બેડ જનરલ હશે. કેન્સર માટે કિમો થેરેપી તો અપાશે પણ એ ઉપરાંત અદ્યતન રેડિયો થેરેપી સારવાર પણ ઉપલબ્ધ થનાર છે. એ માટે ત્રણ પ્રકારના અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવા માં આવેલ છે. જેમાં સિટી સેમ્યુલેટર, લીનીયર એક્સલેટર, બ્રેકી થેરેપી, આમ કુલ મળી આશરે ૨૫ કરોડના માત્ર સાધનો આ હોસ્પિટલને સરકાર તરફથી ઉપલબ્ધ થયા છેઅને બિલ્ડીંગ સહિત આશરે ૩૨ કરોડ ના ખર્ચે આ કેન્સર હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે.
Recent Comments