fbpx
ગુજરાત

સુરતમાં સ્વાઇન ફ્લૂના બે શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

કોરોના મહામારીમાં ગુજરાતમાં સૌથી વધુ દયનીય હાલત સુરતની બની હતી, તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂનો ખતરો વધ્યો છે. કોરોનાનો વાવર ઘટ્યો ત્યાં હવે સ્વાઈન ફ્લુએ માથું ઉચક્યું હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામી છે. સુરતમાં સ્વાઈન ફ્લૂના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. સુરતના અઠવા અને લીંબાયત ઝોનમાં સ્વાઈન ફ્લૂના સેમ્પલ લેવાયા છે. બંને શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, સુરતમાં સ્વાઈન ફ્લૂના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે, તેમાં પાર્લેપોઈન્ટના કાપડ વેપારી અને ડિંડોલીના આધેડમાં સ્વાઈન ફ્લુના શંકાસ્પદ લક્ષણો જણાતા બંનેના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે. બંનેની હાલ સારવાર ચાલી રહી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ વિશે એવું પણ જાણવા મળી રહ્યું છે, સુરતના વેપારી હાલમાં જ મુંબઈનો પ્રવાસ કરી પરત ફર્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે. તેવી જ રીતે ડિંડોલી વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય આધેડમાં પણ સ્વાઈન ફ્લુના લક્ષણો જણાતા તેમના પણ સેમ્પલ લઈ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

કોરોનામાં માંડ રાહત મળી છે ત્યાં સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જાેકે આ સમગ્ર મામલે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

Follow Me:

Related Posts