દેશમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી સુરત પહેલી મહાનગરપાલિકા બની
આર્ટસ, કોમર્સ અને સાયન્સના ૨૪ વર્ગમાં ૧૫૬૫ વિદ્યાર્થીઓની પહેલા દિવસે હાજરી
સુરત મહાનગરપાલિકાએ આજે ધોરણ ૧૧ના ૨૪ વર્ગ શરૂ ફરવા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપકી દેશની પહેલી મહાનગરપાલિકા બની ગઈ છે. મહાનગરપાલિકા સંચાલિત આ સ્કૂલના તમામ ૨૪ વર્ગમાં ૧૫૬૨ વિદ્યાર્થીઓની પૂરેપૂરી હાજરી જાેવા મળી હતી.
સુરતના લોકોને પ્રાથમિક સુવિધા સાથે સાથે આરોગ્ય ઉપરાંત હવે શિક્ષણમાં પણ આગળ વધી રહી છે. આજે સુરત મહાનગર પાલિકાએ ધોરણ-૧૧ના આર્ટસ કોમર્સ અને સાયન્સના ૨૪ વર્ગો શરૂ કર્યા છે. આજે સુરત મહાનગરપાલિકાના સેન્ટર ખાતે વચ્ર્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે, વર્ષો પહેલા વાલીઓના વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણને કારણે ધોરણ ૧૦ થી આગળ અભ્યાસ કરી શકતા ન હતા. આવો વિદ્યાર્થીઓ માટે મહાનગરપાલિકાએ ધોરણ-૧૧ અને ૧૨ના વર્ગ શરૂ કર્યા છે.
સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુરતના વિદ્યાર્થીઓ માટે દિશા સૂચક બની રહેશે. મહાનગરપાલિકાએ શિક્ષકોની ભરતી કરી છે, પરંતુ જાે અનેક વિદ્યાર્થીઓ આ શિક્ષકો દ્વારા યોગ્ય શિક્ષણ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ કરે તો શિક્ષકોને બદલી નાખવા સુધીની કામગીરી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શરૂ કર્યું છે તેમાં મોટાભાગના ખર્ચો ઉદ્યોગો દ્વારા આપવામાં આવેલા દાનથી સરભર કરવામાં આવશે.
Recent Comments