fbpx
અમરેલી

લગ્નવાંછુક યુવકો પાસેથી નાણાં પડાવનાર ગેંગના છ સભ્યોને ઝડપી પાડતી પોલીસ

અમરેલી પોલીસે લૂંટરી દુલ્હન અને તેની ગેંગના ૬ સભ્યને ઝડપી પાડી ભાંડો ફોડી દીધો છે. આ ગેંગના દલાલ દ્વારા લગ્ન કરાવી આપવાના બહાને લગ્ન વાંછુક યુવકો પાસેથી લગ્ન કરવાના બહાને તેની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. તો લગ્ન માટેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી નોટરી કરાવી બાંહેધરી આપી અને ફૂલહાર લગ્ન કરાવતા હતા અને બાદમાં વિશ્વાસમાં લઈને થોડા દિવસ રહી લૂંટરી મહિલા ભાગી જતી હતી.

આ પદ્ધતિથી આ ગેંગ ષડયંત્ર રચીને લગ્ન વાંછુકોને ફસાવી નાણાં હેઠી લેવાની પ્રવૃતિઓ કરતા હતા. લાઠીના ભુરખિયા ગામના એક લગ્ન વાંછુક યુવક સાથે પણ આવી ઘટના બનતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી અને જેના આધારે પોલીસે તપાસ કરી હતી.
આ ફરિયાદી પાસેથી લગ્ન કરવાના બહાને લાલચ આપી અને મહિલા સાથે મુલાકત કરાવી ડુપ્લીકેટ આધાર વડે નડિયાદ ખાતે અને દામનગર ખાતે ડોક્યુમેન્ટ આ ગેંગના દલાલ અને અન્ય સભ્યો દ્વારા તૈયાર કરાવી ૧ લાખ ૭૫ હજાર જેવી રકમ પડાવી લીધી હતી.

તો દામનગર ખાતે ફુલહાર કર્યા હતા અને બાદમાં ૨ દિવસ બાદ ઘેલા સોમનાથ ખાતે ફરવા જવાને બહાને મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. અને તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીનાઓ પણ પડાવ્યા. જાે કે પોલીસે આ ગેંગનો ભાંડો ફોડી ભાવનગર, મહુવા, નડિયાદ, દામનગર તેમજ બરોડામાંથી ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Follow Me:

Related Posts