છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ભારતમાં ત્રીજી લહેરના ભણકારાઃ ૧૩ રાજ્યોમાં ખતરાની ઘંટડી.
વધુ ૫૦૭ લોકોના મોત નિપજ્યા, એક્ટિવ કેસોમાં વધારોઃ કેરળ – આંધ્ર અને પૂર્વોત્તર સહિત ૧૩ રાજ્યોમાં વધતા સક્રિય કેસે વધારી ચિંતા
ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ગઈકાલે નોંધાયેલા કેસ કરતા સામાન્ય ઘટાડો નોંધાયો છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને ફરી એકવાર ૫૦૦ની નજીક પહોંચી ગયા છે. ગઈકાલે દેશમાં કોરોનાથી થયેલા દૈનિક મૃત્યુનો આંક ૩,૯૯૮ સાથે ૪૦૦૦ની એકદમ નજીક પહોંચી ગયો હતો. જાેકે, આજે પણ કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નીચી નોંધાઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૪૧,૩૮૩ કેસ નોંધાયા છે, જ્યારે વધુ ૫૦૭ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની ઘટવાથી એક્ટિવ કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. ગઈકાલે એક્ટિવ કેસની સંખ્યા ૪,૦૭,૧૭૦ હતી જે વધીને આજે ૪,૦૯,૩૯૪ થઈ છે.
પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૬૬૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૪,૨૯,૩૩૯ પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમણની સંખ્યા વધીને ૩,૧૨,૫૭,૭૨૦ થઈ ગઈ છે. વધુ ૫૦૭ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૧૮,૯૮૭ થયો છે.
ભારતમાં કોરોનાના રસી અભિયાનને ગતિથી આગળ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ વેક્સિનેશન ૪૧,૭૮,૫૧,૧૫૧ પર પહોંચ્યું છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૧ જુલાઈ સુધીમાં કુલ ૪૫,૦૯,૧૧,૭૧૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૭,૧૮,૪૩૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
દેશમાં હવે એક્ટિવ કેસ ૪,૦૯,૩૯૪ છે અને મોતનો આંકડો વધીને ૪,૧૮,૯૮૭ પર પહોચી ગયો છે. કુલ વેક્સીનેશનનો આંકડો ૪૧,૭૮,૫૧,૧૫૧ થઇ ગયો છે.
ઉત્તરાખંડમાં ૩૭ નવા કોરોનાના કેસ અને ૧૪ રિકવરી દર્જ કરવામાં આવી છે. કોવિડથી એક પણ મોત થયુ નથી. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર મધ્ય પ્રદેશમાં ૧૫ નવા કોરોનાના કેસ અને ૨૦ રિકવરી દર્જ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮,૧૫૯ નવા કોરોનાના કેસ દર્જ કરવામાં આવ્યા છે, બીજી તરફ ૭,૮૩૯ ડિસ્ચાર્જ અને ૧૬૫ મોત દર્જ કરવામાં આવ્યા છે.
Recent Comments