ગુજરાત

સુરત જય જવાન નાગરિક સમિતિ દ્વારા લેઉવા પાટીદાર અમેરિકા ના સહયોગથી આગામી તારીખ ૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દીને સમર્પણ સમારોહનું મહામહિમા દેવવ્રતજીને આમંત્રણ પાઠવતા અગ્રણીઓ

સુરત જય જવાન નાગરીક સમિતિ,સુરત  દ્વારા લેઉવા પાટીદાર સમાજ, અમેરીકાના સહયોગથી  આગામી તા.૨૬-૦૭-૨૦૨૧ ને કારગીલ વિજય દિવસે સમર્પણ ગૌરવ સમારોહ  નુ આયોજન કરવામા આવેલ છે. સૌરાષ્ટ્ર ભવન,મીની બજાર,વરાછા રોડ,સુરત ખાતે સાજે ૬-૦૦ કલાકે ગુજરાત રાજ્યના       મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ની ઓન લાઈન ઉપસ્થિતિમા યોજાનાર આ સમારોહમા આ વર્ષના કુલ ૧૭ શહીદ પરીવાર પૈકી ૬ શહીદ પરીવારને સન્માન સાથે શૌર્યરાશી અર્પણ કરવામા આવશે.

અને ૧૧ પરીવારને તેમના ખાતામા ટ્રાન્સફર કરવામા આવશે. તેમજ કોરોના જંગમા જીવ ગુમાવનાર સુરત પોલીસ ના  ૮ જવાનો ના પરીવારને પણ સન્માન સાથે એક-એક લાખ  ની સહાય રાશી અર્પણ કરવામા આવનાર છે.આ સમર્પણ ગૌરવ સમારોહમા ઓનલાઈન ઉપસ્થિત રહેવા મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ને જય જવાન નાગરીક સમિતિ,સુરત વતી મીનાક્ષી ડાયમંડના શ્રીધનજીભાઈ રાખોલીયા સમિતિના ટ્રષ્ટીશ્રી દેવચંદભાઈ કાકડીયા અને સમારોહ આયોજન સમિતિના સભ્યશ્રી ભવાનભાઈ નવાપરા એ રાજભવન,ગાંધીનગર ખાતે રબરુ જઈ આમંત્રણ પાઠવ્યુ હતુ

Related Posts