યોગી સરકાર ૮૦ હજાર કરોડ લોકોને મફ્ત રાશન આપશેઃ મંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સરદાર બલદેવસિંહ ઓલખે રાશન વિતરણ અંગે કંઈક એવુ કહ્યું કે હવે વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યો છે તે સાંભળીને લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગી સરકાર પ્રધાનમંત્રી ગરીબ રેશન યોજના અંતર્ગત ૮૦,૦૦૦ કરોડ લોકોને મફત રેશનનું વિતરણ કરશે. નોંધનીય છે કે સમગ્ર વિશ્વની વસ્તી ફક્ત ૭.૭ અબજની આસપાસ છે.
ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, ઉત્તરપ્રદેશની વસ્તી લગભગ ૨૨ કરોડ છે. આખા ભારતની ૧૩૯ કરોડ છે અને વિશ્વની વસ્તી આશરે ૭.૭ અબજ છે. પરંતુ સીએમ યોગીના મંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર યુપીમાં ૮૦,૦૦૦ કરોડ લોકોને મફત રેશનનું વિતરણ કરશે.
ખુદ કેન્દ્ર સરકાર પણ ૧૩૯ કરોડની વસ્તીવાળા દેશમાં ૮૦ કરોડ લોકોને મફત રેશન આપવાનો દાવો કરે છે. પ્રધાન બલદેવસિંહે તેની જીભ એવી રીતે લપસી ગઈ કે હવે લોકો ચુટકી લઈ રહ્યા છે. નોંધનીય છે કે, રાજકીય ભાષા એવા સમયે લપસી જ્યારે યૂપી વિધાનસભાની ચૂંટણીઓ ખૂબ નજીક આવી છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ૮૦ હજાર કરોડ લોકોને રાશન આપવાની સરકારની યોજના છે. કેન્દ્ર અને યુપી સરકાર ગરીબોની સુખાકારી માટે વિચારે છે. હજી સુધી કોઈ સરકારે એવું વિચાર્યું ન હતું, પરંતુ તે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મહેરબાની છે, જે ગરીબ છે, તેમને જે રેશન જાેઈએ છે તે રાશન મળી રહ્યું છે.
Recent Comments