ગુજરાત

સાપુતારા હાઈવે પર જીવલેણ અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત

કોરોના કાળ દરમિયાન લોકડાઉન વખતે રાજ્યમાં હાઈવે પર થતા અકસ્માત એકાએક ઘટ્યા હતા. પણ છુટછાટ મળી રહેતા હાઈવે પર ટ્રાફિક વધી રહ્યો છે. ખાસ કરીને પ્રવાસન સ્થળ ખુલી જતા વીકએન્ડમાં આવી જગ્યાઓ પર લોકોની ભીડ જાેવા મળી રહી છે. જાેકે, આ સાથે હાઈવે પર અકસ્માતની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.

ડ્રાઈવર તથા વાહન ચાલકોની નાનકડી બેદરકારીને કારણે મોટા અકસ્માત થાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે. ડાંગ જિલ્લામાં સાપુતારા હાઈવે પર જીવલેણ અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. વઘઈથી સાપુતારા જતા હાઈવે પર બાઈક અને મહારાષ્ટ્રની ટવેરા ટકરાતા દંપતિ ફંગોળાયું હતું. જેમાં પતિનું પત્નીની સામે મૃત્યું થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસને જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વઘઈથી સાપુતારા તરફ જતા રસ્તામાં દંપતિ જ્યારે બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે બોટાનિકલ ગાર્ડન વઘઈ પાસે એક ટવેરાએ બાઈક ચાલકને અડેફેટે લીધો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પતિ-પત્ની બંને ધડાકા સાથે અથડાયા હતા.રસ્તો ભીનો હોવાને કારણે બાઈક પણ સ્લીપ થઈને ડિવાઈડર નજીક પડ્યું હતું. આ ટક્કર બાદ ટવેરા ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

Related Posts