રાજ્યમાં હાલ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકડાઉન સમયે રસ્તા પર વાહનોની અવર જવર ઓછી હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવતા રસ્તા પર હવે વાહનોની અવર જવર વધી છે અને આ જ કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જાેવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના ઉત્તર ગુજરાતમાં છોટા ઉદેપુરમાં સામે આવી છે.
કાર અને બસ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.
રિપોર્ટ અનુસાર ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર તાલુકાના બોડેલી-વડોદરા હાઇ-વે પર મોડી રાત્રે છછુપુરા પાસે એક જી્ બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, જી્ બસની ટક્કરથી કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.
અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. આ ઘટનાને પગલે રાહદારીઓ તાત્કાલિક બચાવની કામગીરી માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જાેકે લોકો કારમાં સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને બહાર કાઢે તે પહેલા તેમને દમ તોડી દીધો હતો.
અકસ્માત સર્જનાર જી્ બસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની બસ હતી. જે કાર સાથે બસનો અકસ્માત થયો હતો તે કાર મધ્યપ્રદેશના પાર્સિંગની હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. પણ બસમાં સવાર એક પણ મુસાફરને ઇજા થઇ ન હતી.
લોકો એ આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તે લોકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના છે અને પોલીસને મૃતદેહોને કારમાંથી બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. કારના પતરા એટલી હદે વળી ગયા હતા કે, પોલીસને કારના પતરા દૂર કરવા માટે ત્નઝ્રમ્ની મદદ લેવી પડી હતી.
પોલીસે ચારેય મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને તેમને સંખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં બસના આગળના ભાગને પણ નુકશાન થયું હતું અને બસ જે સમયે કાલાવડથી છોટા ઉદેપુર જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.
Recent Comments