કતારગામમાં હિટ એન્ડ રન કેસઃ બાઇક ચાલકે હડફેટે લેતાં વૃદ્ધનું મોત
સુરતના કતારગામમાં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલા એક વૃદ્ધના અકસ્માત કેસમાં સીસીટીવી સામે આવતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ ટાપણીયા નામ ના રાહદારી ને એક અઠવાડિયા પહેલા બાઇક ચાલકે અડફેટે લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત ધીરુભાઈને તાત્કાલિક ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું ગંભીર ઇજાને કારણે મોત નિપજતા પોલીસે ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પછી પણ પોલીસ બાઈક સવાર ને પકડવામાં અસફળ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
મહેશ ટાપણીયા (મૃતક ધીરુભાઇના દિકરા) એ જણાવ્યું હતું કે ઘટના ૨૦મી તારીખ ની હતી. બપોરે પિતા ધીરુભાઈ ગજેરા સર્કલ પાસેની કતારગામ ય્ૈંડ્ઢઝ્રમાંથી ઘરે જમવા આવતા હતા. ત્યારે લલિતા ચોકડી અને રાશિ સર્કલ વચ્ચે કોઈ અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પિતાને અડફેટે લઈ ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત પિતાને ૧૦૮માં સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. જ્યાં લગભગ ૩૬ કલાકની સારવાર બાદ એમનું મોત નીપજ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, દુઃખની વાત એ હતી કે બપોરે જમવા નહીં આવતા પરિવાર ચિંતિત હતું. મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે લલિતા ચોકડી પાસેથી એક ઇજાગ્રસ્ત ૬૨ વર્ષના વૃદ્ધને ૧૦૮ સારવાર માટે લઈ આવી હતી. વોર્ડમાં જઇ ઓળખ કરતા આ અજાણ્યા ઈસમ મારા પિતા ધીરુભાઈ હતાં. બીજું કંઈ વિચારીએ એ પહેલાં ૨૩ મી એ એમનું મોત નીપજ્યું હતું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પણ કતારગામ પોલીસ બાઇક સવારને પકડી શકી નથી.
Recent Comments