અમદાવાદની જાણીતી ૧૧ હોટલોને પાણીની બોટલોના વધારાના ચાર્જ મુદ્દે દંડ ફટકારાયો

અમદાવાદની જાણીતી ૧૧ હોટલો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની ૧૧ હોટલોને દંડ ફટકારાયો છે. જેમાં નોવાટેલ,રમાડા સહિતની હોટેલને દંડ ફટકારવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. કોઈ પણ હોટલમાં મિનરલ વોટરની બોટલ પર લખેલી કિંમત કરતા વધારે ચાર્જ લઈ શકાતો નથી. તેમ છતાં આ અગિયાર હોટલોમાં બેફામ ભાવ વસૂલી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. અમદાવાદના એક સામાજિક કાર્યકરે હોટલો ગ્રાહકોને બેફામ રીતે લૂંટતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને કેટલીક સામે કેસ કાર્યવાહી હજી ચાલુ છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં રહેતા સામાજિક કાર્યકરે તોલમાપ વિભાગમાં ફોર અને ફાઇવ સ્ટાર હોટલ સામે બેફામ રીતે લૂંટતી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં તેમને લખ્યું હતું કે હોટલમાં મિનરલ પાણીની બોટલ પર લખેલી એમઆરપી કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. જાણીતી હોટલોમાં રૂપિયા ૨૦ની પાણીની બોટલ ૧૧૦થી ૧૬૦ રૂપિયા વસુલતા હતાં. બીજી બાજુ પાણીની બોટલ પર નોટ ફોર રિટેલ સેલ લખ્યું હોય છે. આમ છતાં ગ્રાહક પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકરે તોલમાપ વિભાગમાં આ વિશે ફરિયાદ કરી હતી. જેના પર આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
રોહિત પટેલ દ્વારા શહેરની ૧૧ હોટલો સામે વર્ષ ૨૦૧૫માં તોલમાપ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલીક હોટલને બે વર્ષ પછી દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં પણ ઘણી હોટલની સામે ફરિયાદ કર્યાને છ વર્ષ થયાં છતાં હજુ કોર્ટ મેટર ચાલતી હોવાનું તોલમાપ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું.
સામાજિક કાર્યકર રોહિત પટેલે આ વિશે જણાવ્યું છે તે ૨૦૧૭માં હું મારા પરિવાર સાથે એક હોટલમાં જમવા માટે ગયો હતો. આ સમયે મેં મિનરલ વોટરની પાંચ બોટલ મગાવી હતી. બોટલ પર ૨૦ રૂપિયા લખેલી હતી, તેમ છતાં અમારા બિલમાં એક બોટલના ૧૦૦ રૂપિયા લેખે ગણવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હું ચોંકી ગયો હતો. ત્યારબાદ મેં આવી હોટલો સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ ઉપાડી હતી અને અલગ અલગ ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર હોટલમાં જમવા માટે ગયો, ત્યાં પણ મને આવું જ જાેવા મળ્યું. આખરે આ બાબતે મેં ગ્રાહક સુરક્ષા તથા તોલમાપ વિભાગમાં ફરિયાદ કરીને લડાઈ શરૂ કરી હતી.
Recent Comments