ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આવતીકાલે ૩૧ જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ િીજેઙ્મં.ખ્તજીહ્વ.ર્ખ્તિ પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.
રાજય સરકારે ધો. ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો ર્નિણય લીધા પછી ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ અને ૫.૪૩ લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો ર્નિણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. ૧૨ બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે ૧૦૦ ટકા પરિણામ જાહેર કરાશે.
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની ૫૫૦ સ્કુલોએ ધોરણ ૧૨નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મુક્યું છે. નોંધનીય છે કે, ગઈકાલે જ ધોરણ-૧૦ના ગણિતનાં માર્કસ ધોરણ ૧૨ના આકંડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.
Recent Comments