ઓનલાઇન છેતરપિંડીના વધી રહેલા બનાવોમાં વધુ એક કંપનીના માલિક ભોગ બન્યા છે. સાયબર ભેજાબાજે ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી ૫૧ કલાકમાં રૂપિયા ૪૬ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ મામલે બિઝનેસમેને વડોદરા સાયબર ક્રાઇમમાં ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી છે. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા કંપની માલિકે ફરિયાદમાં જણાવ્યું છે કે, ભેજાબાજે ૧૪ વખત બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ રકમ ઉપાડી લીધી છે.
વડોદરા સાયબર ક્રાઇમમાં આપેલી ફરિયાદમાં સંજયભાઇ ચતુરભાઇ પટેલે જણાવ્યું છે કે, એ-૪૦, બાલગોપાલ ટેનામેન્ટ, સાંઇ ચોકડી પાસે, માંજલપુર ખાતે પરિવાર સાથે રહું છું અને વડોદરા શહેરની મકરપુરા ય્ૈંડ્ઢઝ્રમાં ૪૯૭-૫ નંબરમાં ક્રાઉન ફેરો એલોયસ પ્રાઇવેટ લિમિટેડની નામની કંપનીમાં પિતા સાથે વ્યવસાય કરું છું અને મેટલ પાઉડર બનાવીએ છે.
૨૬ જુલાઇ-૨૦૨૧ના રોજ સાંજના સમયે મારા મોબાઇલ ફોન પર જીઓ કંપનીના નામે એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, આપના દ્વારા ઈ-સીમની રિકવેસ્ટ મેસેજ દ્વારા આપવામાં આવી છે. મેસેજ જાેતાની સાથે જ ફોન ડિસકનેક્ટ થઇ ગયો હતો.
ફરિયામાં વધુમાં જણાવ્યું હતું કે, ફોન બંધ થઇ જતાં તુરંત જ જીઓ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં તપાસ કરતા મારા મિત્ર ઉંમગ બધેકાના મોબાઇલ ફોન ઉપરથી મેસેજ આવ્યો હોવાની માહિતી મળી હતી. જે અંગે તપાસ કરતા મિત્રએ પણ કોઇ મેસેજ કર્યો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે કસ્ટમર કેરમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે, આ અંગે અમે કંઇ કરી શકીશું નહીં. આ અંગે જીઓ સ્ટોરમાં જવાની સલાહ આપી હતી. પરંતુ, રવિવારની રજા હોવાથી જીઓના તમામ સ્ટોર બંધ હતા.
૨૬ જુલાઇના રોજ જીઓ સ્ટોરમાં મિત્ર ઉમંગ બોધેકાને મોકલીને સીમ કાર્ડ લેવા માકલ્યો હતો. જેમાં આખો દિવસ પસાર થઇ ગયો હતો. રાત્ર ૯ કલાકે સીમ કાર્ડ ચાલુ થયું તે પહેલાં ભેજાબાજાેએ કંપનીના એકાઉન્ટમાંથી ૧૪ વખત ટ્રાન્જેક્શન કરીને રૂપિયા ૪૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ અંગે બેન્ક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજરને રજૂઆત કરી હતી. બેંક મેનેજરે જણાવ્યું કે, તમારા આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી ભેજાબાજે રૂપિયા ૪૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા છે. તમારું એકાઉન્ટ હેક થઇ ગયું છે.
બેંક મેનેજરે ખાતામાંથી ઉપડી ગયેલા નાણાં અંગેની માહિતી આપ્યા બાદ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે કંપની માલિક સંજયભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ઠગો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


















Recent Comments