fbpx
અમરેલી

અમરેલીની મહિલાની 181 ટીમની મદદથી પરેશાની દુર થઇ

બહેન એક માણસ મારી પાછળ આવે છે અને હું ગાડી પાર્ક કરી નોકરીમાં જાવ ત્‍યાં ગાડીમાં ચિઠ્ઠી મૂકી જાય છે, મેં મારી રીતે તેને બહુ સમજાવ્‍યો પણ એ માણસ સમજવા ત્‍યાર નથી. તમે કંઇક મદદ કરો અને સમજવો.

અમરેલીમાં મહિલાને કોઈ અજાણ્‍યો પુરુષ મોબાઈલ નંબર મૂકી જાય છે અને આ બહેન પોતાની રીતે સમજાવતા છતાં તે સમજતો નથી, ત્‍યારે 181ની ટીમ દ્વારા એ ભાઈ જે જગ્‍યા પર કામકરતા હતા ત્‍યાં જતા, આ માણસ ત્‍યાંથી નાસી ગયો ત્‍યારે 181ના કાઉન્‍સેલરે ભાઈનો નંબર મેળવી ફોન કરી બોલાવેલ અને કોઈ મહિલાને હેરાન કરતા કાયદાકિય ગુનો બને છે, એ માણસને પોતાની ભૂલ સમજાય જાહેરમાં આ બહેન પાસે માફી માંગી આગળ આવી રીતે કોઈપણ મહિલાને હેરાન નહી કરે, એ માણસના કૌટુંબિક વડીલોને બોલાવી, આ વ્‍યક્‍તિતના વર્તનની જાણ કરી તે લોકોએ આ વ્‍યક્‍તિત હવેથી આવી કોઈ હરકતો નહી કરે, તેવી બાહેંદરી મહિલાને આપેલ.

આમ મોબાઇલ ફોનમાં નંબર મેળવી હેરાન કરતા વ્‍યક્‍તિતને મહિલાએ 181ની મદદ મેળવી જાહેરમાં સબક શીખવાડી એના વર્તનની માફી મંગાવી, 181નો આભાર વ્‍યક્‍તત કરેલ.

Follow Me:

Related Posts