અમરેલી

અમરેલી શહેરમાં ૬ સ્થળોએ વેક્સીનના બીજા ડોઝ માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન

અમરેલી શહેરમાં તા. ૧ ઓગસ્ટના કોરોનાની વેક્સીનના બીજા ડોઝ માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામા આવ્યુ છે. જે લોકોએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધાને ૨૮ દિવસ પૂર્ણ થયેલ અને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધાને ૮૪ દિવસ પૂર્ણ થયેલ હોઈ તેવા લાભાર્થીઓ માટે તાલુકા શાળા, જેસિંગપરા ટાઉન હોલ, હાઉસિંગ બોર્ડ, ઓમનગર કોમ્યુનિટી હોલ, સદભાવના ઓફિસ ચાંદની ચોક અને પંચમુખી હનુમાન મંદિર હનુમાન પરા એમ કુલ ૬ સ્થળોએ ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓએ પ્રથમ ડોઝ લીધો હોય તે મોબાઇલ નંબર, આધારકાર્ડ જેવી વિગતો સાથે રાખવા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

Related Posts