કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૧ ઓગષ્ટ થી ૦૭ ઓગષ્ટ સુધી
મેષ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની માનસિક શાંતિ માટે ખુબ મહત્વની ભૂમિકા બનાવનાર, પરિવારમાં નાનાં મોટા પ્રવાસ પર્યટન આવે, ભાગ્યોદય માટે તમારી મહેનત બહુ જ સારી રીતે સફળ થાય, ધીરજ રાખવી.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે આનંદ દાયક સમાચાર આવે.
વૃષભ :- બારમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકવો, પારિવારિક જીવનમાં ખર્ચનું પ્રમાણ વધે. સપ્તાહના મધ્યભાગમાં મન ઉપર શાંતિનો અનુભવ થાય, આવક પણ સારી રહેતા તમારી ધીરજનું ફળ ચાખવા મળે.
બહેનો :- મુસાફરી દરમ્યાન શરીરની કાળજી રાખવી પડે.
મિથુન :- લાભ સ્થાને ચંદ્ર સ્ત્રી વર્ગથી ખુબ સારો લાભ અપાવે, જુના મિત્રોને મળવાનો આનંદ લઇ શકો, સપ્તાહના મધ્યભાગમાં આકસ્મિક રીતે મુસાફરીના યોગ ઉભા થાય, સપ્તાહના અંતમાં મનને શાંતિ મળે, કાર્ય પુરા થાય.
બહેનો :- સખી સહેલીઓના પ્રસંગો સાચવવાનો અવસર મળે.
કર્ક :- દશમાં સ્થાનમાં ચન્દ્ર કર્મ સ્થાનમાં રહેતા ઉદ્યોગ, ધંધા અને નોકરીમાં સારા પરિણામો લાવે, ઉપરી અધિકારીઓથી સંબંધ વધે, સપ્તાહના મધ્યભાગમાં નાણાકીય કટોકટી હળવી થતા ખુબ જ રાહતનો અનુભવ થાય.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધામાં નવા સોર્સ ઉભા કરવાનં બળ મળે.
સિંહ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર મંગળની રાશિમાં રહેતા દુરદેશથી ભાગ્યોદય માટેની ઉત્તમ તક આવે, તમારી મહેનત સફળતા સુધી લઇ જાય, સપ્તાહના મધ્યમાં પિતૃપક્ષથી કાર્ય થાય, આવકની દ્રષ્ટીએ સારું રહે.
બહેનો :- ધાર્મિક વિધિવિધાનનાં કાર્ય સપૂર્ણ શ્રધ્ધાથી પુરા થાય.
કન્યા :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નાના મોટા પત્નીના પક્ષની સંપતિ, વિલ, વારસાનાં પ્રશ્નો આવે, તમારી વાણી ઉપર મૌનની લગામ રાખવી, ધીમે ધીમે બધું શાંત થાય, ધર્મકાર્યનો અચાનક લાભ મળે.
બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી.
તુલા:- સાતમાં દામ્પત્ય અને ભાગીદારી સ્થાનનો ચંદ્ર આપની એક મનની મનોકામના પૂર્ણ કરનાર, રંગ, રસાયણ, કેમિકલ, ઇલેક્ટ્રોનીક્સ વસ્તુમાં કમાણી આપે, સપ્તાહના મધ્યમાં વાળ વિવાદોથી દુર રહેવું.
બહેનો :- વિવાહ યોગ્ય વ્યક્તિ માટે શુભ સમાચાર, પતિ પત્નીમાં સારું.
વૃશ્ચિક :- છઠા સ્થાનમાં મંગળની રાશિમાં ચંદ્ર છુપા શત્રુઓ ઉપર અને કોર્ટ કચેરીના કાર્યમાં વિજય અપાવનાર બને, નાની મોટી શારીરિક પીડામાંથી બહાર આવી શકો, મોસાળ પક્ષથી આનંદ દાયક સમાચાર મળે.
બહેનો :- સ્ત્રી રોગોની પીડા માંથી મુક્ત થઇ શકો.
ધન :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર સંતાનોના દરેક કાર્ય બહુ જ સારી રીતે પુરા થાય, શિક્ષણ સંબંધિત સમસ્યાઓ દુર થાય, મિત્રો સ્નેહીઓથી પૂરો સહયોગ મળે, સપ્તાહના મધ્યમાં આરોગ્ય સાચવવું પડે.
બહેનો :- સ્નેહીજનોથી અને સંતાનોથી સારું રહે.
મકર :- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર મિલકત, જમીન, ખેતીવાડીને લગતા દરેક કાર્ય અને દસ્તાવેઝને લગતા તમામ કામકાજ પુરા કરવાની સાથે આવક વધારવાના ઉદ્યોગક્ષેત્રનાં અને બાંધકામને લગતા કામ થાય.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે બદલી બઢતીના ચાન્સ વધે.
કુંભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપના સાહસ પરાક્રમમાં વધારો કરનાર્નાર, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્ય અને સેવાકીય કાર્ય થાય, સપ્તાહના મધ્ય ભાગમાં ભૌતિક સુખ સગવડોમાં વધારો કરી શકો, આવક સારી રહે.
બહેનો :- ભાઈ ભાંડુ, સહોદર વર્ગ માટે સમય આપવો પડે.
મીન :- બીજા સ્થાનમાં ચંદ્ર પરિવાર સાથે આનંદથી સમય વ્યતીત થાય, નાણાકીય દ્રષ્ટીએ સપ્તાહ સારું રેહવાની આશા રહે, વાણીને લગતા દરેક કાર્ય સફળ થાય, સપ્તાહના મધ્યભાગમાં પરદેશથી અચાનક ભાગ્યોદયની તક આવે.
બહેનો :- પ્રવાસ પર્યટન અને હરવા ફરવાનો આનંદ મળે.
વાસ્તુ :- ઘરની મુખ્ય વ્યક્તિનો શયનખંડ હમેશા નૈરુત્ય ખૂણામાં એટલે કે દક્ષીણ પશ્ચિમ દિશા વચ્ચે રાખવો ઉત્તમ રહે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments