fbpx
ભાવનગર

ભાવનગર ખાતે સર્જક શ્રી પ્રવીણ સરવૈયાને સાહિત્યનો પારિજાત એવોર્ડ અર્પણ કરાયો

અમદાવાદ સ્થિત ‘પારિજાત પરિવાર સાહિત્ય ગ્રુપ’ સાહિત્ય ક્ષેત્રે કર્મશિલ વ્યક્તિઓ માટે અવનવા કાર્યક્રમો યોજી સાહિત્યની સેવા કરવા માટે જાણીતું છે.
તાજેતરની કોરોનાની કપરી પરિસ્થિતિની અનુભૂતિને સર્જક દ્વારા શબ્દદેહ અપાવવાના શુભ આશયથી પારિજાત ગ્રુપે એક નિબંધ સ્પર્ધા યોજી હતી. જેમાં કુલ ૧૧૩ નિબંધ આવેલ. તેમાંથી નિર્ણાયકોએ તારવેલ પ્રથમ ત્રણ શ્રેષ્ઠ નિબંધોમાં ભાવનગરના સર્જક શ્રી પ્રવીણ સરવૈયાને તૃતીય ક્રમનું પારિજાત પારિતોષિક અને રોકડ ઇનામ મળેલ.
કોરોનાની પરિસ્થિતિના કારણે એક સ્થળે સમારોહ યોજી વિજેતાઓનું સન્માન કરવું શક્ય બની શકે તેમ ન હોવાથી પારિજાત ગ્રુપ દ્વારા ભાવનગરના જાણીતા સાહિત્યકાર શ્રી હરીશ મહુવાકર મારફત શ્રી પ્રવીણ સરવૈયાને ‘પારિજાત’ એવોર્ડ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. 
ભાવનગરની ‘શ્રી સનાતન હાઇસ્કૂલ બેચ ૮૭ રિ યુનિયન’ સંસ્થાના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી હરીશ મહુવાકર અને વરિષ્ઠ સભ્ય શ્રી રમેશભાઇ ડાભીના વરદ હસ્તે એવોર્ડ વિજેતા સર્જક શ્રી પ્રવીણભાઇ સરવૈયાને ભાવનગર મુકામે ‘પારિજાત’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. 
આ પ્રસંગે શ્રી સરવૈયાનું શ્રી શૈલેષભાઇ પટેલે પુષ્પગુચ્છ વડે અભિવાદન કરેલ. એ સાથે પુરસ્કારની રકમ શ્રી મિતેષ પટેલે અને સર્ટિફિકેટ શ્રી વિપુલભાઇ દવેએ અર્પણ કરેલ.
આ પ્રસંગે ઉપરોક્ત મિત્રો ઉપરાંત અશોકભાઇ ગોહેલ, કુરજીભાઈ સોનાણી, મનીષભાઇ ઠક્કર, જીગરભાઇ દવે, જીતેન્દ્રભાઈ મેર વગેરેએ પરિવારસહ ઉપસ્થિત રહી પ્રવીણભાઇ સરવૈયાને શુભેચ્છાઓ આપેલ.
આ પ્રસંગે પારિજાત પરિવારના શ્રી માણેકલાલ પટેલનો સંસ્થાએ આભાર વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts