પાલિતાણા તાલુકાના નાનકડા ગામ અણિડા ગામના ગરીબ મજૂર વર્ગના પરિવારોને આજે મુખ્યમંત્રી શ્રીના જન્મદિવસે અનાજ સામગ્રી વિતરણ કરી પાલિતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા સંવેદનશીલ કાર્ય થયું છે.
કુંભણ પાસે ડુંગરાળ વિસ્તારમાં અણિડા ગામે રહેતા ગરીબ અને મજૂર વર્ગના લગભગ ચાલીસ પરિવારોને પાલિતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ગોહિલ તથા શ્રી નંદલાલ જાણીના સંકલન સાથે અનાજ કરિયાણા સામગ્રી વિતરણ કરાયું છે.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે શિક્ષક સંઘ દ્વારા સંવેદનશીલ અને પ્રેરક કાર્યથી જરૂરિયાતમંદ લાભાર્થી ગ્રામજનોમાં આણંદની લાગણી જણાઈ હતી.Attachments area


















Recent Comments