fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં ભેળસેળિયા ઉપર તવાઈ, તહેવારોના ટાળે સરપ્રાઇઝ દરોડા પડયા

સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી અફડાતફડી મચી જવા પામી છે. શ્રાવણ માસના તહેવારો આવતાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય તેલ અંગે ચેકીંગ હાથ ધરાતા ભેળસેળીયા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે.


આવનારા દિવસોમાં શ્રાવણ માસના તહેવારો આવતાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યતેલ અંગે ચેકીંગ હાથ ધરાતા ભેળસેળીયા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં આવેલા જિતેન્દ્રકુમાર લજપતરાય નામના હોલસેલ વેપારીને ત્યાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ખાદ્યતેલના નમૂના લઇ વધુ તપાસ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગએ હાથ ધરી છે.


લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ભેળસેળયુક્ત તેલનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદોને આધારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતુ.

Follow Me:

Related Posts