fbpx
અમરેલી

મુકેશ સંઘાણી અને કૌશીક વેકરીયાની પ્રેરણાથી ગુજરાતમાં નગરપાલીકા વિસ્તારમાં પહેલી અમરેલી શહેરમાં આધુનિક સરકારી અંગ્રેજી માધ્યમની શાળા માટે સરકારમાં દરખાસ્ત

અમરેલી શહેરમા સૌપ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા બનાવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ શાળા શહેરની મધ્યમાજ આકાર પામશે. આ અંગેની વિગતો આપતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીના ચેરમેન તુષાર જોષીએ જણાવ્યુ હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીની નવી બોડી બન્યા બાદ પ્રથમ બેઠક યોજાય હતી જેમાં અમરેલી શહેરમાં શૈક્ષણિક વિકાસ માટે પાયાનાં બુનિયાદી કામો કરવા માટે ચર્ચા કરવામાં આવી. હાલમાં એક તરફ બાળકો ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે જે બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો છે. તેમના માટે એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળા હોવી જોઇએ. આ માટે સરકારશ્રીને મંજુરી માટે દરખાસ્ત કરવાનું ઠરાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત શાળાઓ અને શિક્ષણના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં ચેરમેન તુષાર જોષી , વાઇસ ચેરમેન દામજીભાઇ ગોલ તથા સભ્યશ્રીઓ મેહુલ ધોરાજીયા, અતુલપુરી ગોસાઇ, દિલીપસિંહ ઠાકુર, નિમીષા પંડ્યા, પરેશ દાફડા, મનિષભાઇ સિધ્ધપુરા, દિવ્યેશ વેકરિયા, રસીકભાઇ પાથર, નિખિલ આશર, ભાવેશ પરમાર તથા સરકારી સદસ્ય જી.એમ.સોલંકી, શાસનાધિકારીશ્રી એચ.કે.બગડા સાહેબ, હેડ ક્લાર્ક તેલીભાઇ તથા સંદિપ વામજા ઉપસ્થિત રહ્યા હતા. તેવુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં સભ્યશ્રી અતુલપુરી ગોસાઇની અખબારી યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts