fbpx
રાષ્ટ્રીય

સીએમ કેજરીવાલે પીડિત પરિવાર સાથે મુલાકાત સામે વિરોધ

દિલ્હીમાં નવ વર્ષની બાળકીની શંકાસ્પદ સ્થિતિમાં મોતનો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે. પીડિત પરિવાર તરફથી ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે પીડિત પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
અહીં ઉપસ્થિત અમુલ લોકોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. જાે કે બાદમાં મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત એક મંચ પર પહોંચી ગયા હતા. પણ તેઓ મંચ પરથી પડી ગયા હતા. જે બાદ સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળ્યા હતા. અને ત્યારબાદ કેજરીવાલ પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા.
વિરોધની વચ્ચે અરવિંદ કેજરીવાલે બુધવારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ જ્યારે તે મંચ પર ચઢ્યા ત્યારે ત્યાં વધારે પડતી ભીડને કારણે તેઓને ધક્કો વાગ્યો હતો અને તે પરત નીચે ઉતરી આવ્યા હતા.

દિલ્હી સરકાર તરફથી પીડિત પરિવારને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આ મામલે હવે મેજિસ્ટ્રેટ તપાસ કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે સરકાર તરફથી મોટા વકીલોને લગાવવામાં આવશે જેથી દોષીઓને કડક સજા મળી શકે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા કડક પગલાઓ ભર્યા છે અને અમે પૂરો સહયોગ કરીશું.

દિલ્હીના કેન્ટ વિસ્તારમાં રવિવારે નવ વર્ષની બાળકીના મોતની ખબર સામે આવી હતી. પરિવારનો આરોપ છે કે બાળકી પર રેપ કરાયો અને તેની હત્યા કરી દેવામાં આવી. દિલ્હી પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હત્યા, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બુધવારે સવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવારની મુલાકાત કરી હતી. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તે ત્યાં સુધી લડત આપશે તેવું કહ્યું હતું.

Follow Me:

Related Posts