કરણ જાેહરે ખરીદી ઓડી એ૮એલ કાર, ફોટો શેર કર્યો
પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા કરણ જાેહર હાલના દિવસોમાં હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં કરણ જાેહર ૮ ઓગસ્ટથી બિગ બોસ ઓટીટી હોસ્ટ કરતો જાેવા મળશે. કરણે બિગ બોસ માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. જ્યારે ચાહકોની નજર કરણ શોમાં નવો તડકો ઉમેરશે તેના પર છે, આ દરમિયાન તે પોતાની મોંઘી કાર લઈને છવાઈ ગયો છે.
કરણ જેટલો પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક છે, તે વૈભવી જીવનશૈલી પણ જીવે છે. કરણના કપડાંથી લઈને તેની કાર સુધીની દરેક વસ્તુ ખૂબ કિંમતી હોય છે. કારના શોખિન કરણની યાદીમાં તાજેતરમાં અન્ય એક નવી ગાડી આવી છે.
હકીકતમાં જાેઈએ તો, કરણ જાેહરે હાલમાં જ એક ઓડી એ૮એલ કાર ખરીદી છે. કરણે નવી કાર ખરીદી હોવાની જાણકારી કંપનીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા ફેન્સને આપી હતી. કંપનીએ કરણની નવી કાર સાથેનો એક ફોટો શેર કર્યો છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ ગયો હતો.
કરણની આ કાર ફ્લોરેટ સિલ્વર કલર છે. ઓડી એ૮એલ એક જ વેરિએન્ટમાં વેચે છે. જેને ૫૫ ટીએફએસ કહેવાય છે. જેની કિંમત કોઈ પણ કસ્ટમાઈઝેશન વગર ૧.૫૭ કરોડ એક્સ શોરૂમ છે.
ફોટોમાં કરણ જૌહર પોતાની નવી કાર ઓડી એ૮એલ સાથે ઊભો છે. એટલુ જ નહીં ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, જ્યારે એવોલ્યુશનની મુલાકાત પરફોર્મેંસથી થાય ઓડી એક્સપીરિયંસ લેવા બદલ કરણ જાેહરનો ખૂબ ખૂબ આભાર.
Recent Comments