fbpx
ગુજરાત

ધણપ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવાર યુવાનનું મોત

ગાંધીનગરના ધણપ હાઈવે રોડ અંજલી હોટલ પાસે ગઈ મોડીરાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી ૩૫ વર્ષીય બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજતા ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના દોલારાણા વાસણા ગામે રહેતા સુરેન્દ્રસિંહ નવલસિંહ રાઠોડના બે મોટા ભાઈઓનું અવસાન થઈ ચૂક્યુ છે. જે પૈકીના મોટા ભાઈ રતનસિંહ રાઠોડના પરિવારમાં મોટી દીકરી જશુબા તેમજ દીકરો જયેન્દ્રસિંહ (ઉવ.૩૫) છે. ગઈકાલે મોડી રાત્રે સુરેન્દ્રસિંહ ઘરે સુઈ ગયા હતા તે વખતે તેમને જાણ થઈ હતી કે ભત્રીજા જયેન્દ્રસિંહને ધણપ અંજલી હોટલ પાસે હિંમતનગરથી મોટા ચિલોડા તરફ જતા રોડ પર અકસ્માત થયો છે. જેનાં પગલે સુરેંદ્રસિંહ તેમજ ભત્રીજા વહુ આશાબેન સહિતના કુટુંબીજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં હાઇવે રોડ પર જયેન્દ્રસિંહ મરણ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અકસ્માત થતાં રાહદારી વાહનચાલકો પણ એકઠા થઈ ગયા હતા.

બાદમાં તપાસ કરતા સુરેન્દ્ર સિંહને જાણવા મળ્યું હતું કે, ભત્રીજાે જયેન્દ્રસિંહ બાઈક લઈને રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે ઉપરોક્ત રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન કોઈ ફોરવીલ વાહનના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળથી બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો. જેનાં પગલે બાઈક પરથી ઉછળીને જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ થવાથી જયેન્દ્રસિંહનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. આ અંગે ચીલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts