fbpx
ગુજરાત

કપાસિયા તેલના ડબ્બે ૪૦થી ૫૦ રુપિયાનો ભાવ વધારો ઝીંકાયો

સાતમ-આઠમના તહેવારો પહેલા ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે ભાવ વધારાને કારણે મધ્યવર્ગની કમર તૂટી ગઈ છે. કપાસિયા તેલના રેકોર્ડ બ્રેક ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં ડબે ૪૦ થી ૫૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલના ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા થયા છે. સિંગતેલના ભાવ ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ થયા. પહેલીવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થયા.

અમુક કંપનીઓમાં તો સીંગતેલ કરતા પણ કપાસીયા તેલના ભાવ વધ્યા છે. કપાસના ભાવ આસમાને પહોંચતા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં કપાસના ભાવ ૧૭૦૦ થી ૧૭૬૦ રૂપિયા ભાવ છે. સૌથી વધુ લોકો કપાસિયા તેલનો લોકો વપરાશ કરે છે. ખાસ મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે.

Follow Me:

Related Posts