fbpx
બોલિવૂડ

રાખી સાવંતે લખનઉના કેબડ્રાઇવરના સપોર્ટમાં વિડીયો શેર કરી છોકરીને ખરી-ખોટી સંભળાવી

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હાલમાં જ પ્રિયદર્શિની યાદવ નામની એક છોકરીએ ચાર રસ્તા પર વચ્ચે એક ડ્રાઇવરની પીટાઈ કરી હતી. આ ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયદર્શિની યાદવ કેબ ડ્રાઈવરને થપ્પડ મારતી જાેવા મળી, જેના વિરુદ્ધ લૂંટ, ઘાયલ કરવાનો અને તોડફોડનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે રાખી સાવંત કેબ ડ્રાઇવરના સપોર્ટમાં આવી છે અને વિડીયો શેર કરીને મારપીટ કરવાવાળી છોકરીને જબરદસ્ત ખરીખોટી સાંભળી છે.

રાખી સાવંતે વીડિયોમાં કહ્યું, ‘છોકરી છે તો કોઈનો પણ ફાયદો ઉઠાવીશ. નિર્દોષ લોકોને મારીશ. જે ઓલા અને ઉંબરનો ડ્રાઈવર છે અને પકડીને માર્યો. અને તને કરાટે રમવાનો એટલો જ શોખ છે તો ખલી છે ને ધ ગ્રેટ ખલી, મારો ભાઈ એની સાથે આવીને તું બે-બે હાથ કર. તું નવું-નવું કરાટે શીખી છે તો નિર્દોષને કેમ મારે છે, આવ મારી સામે, હું તારા ટાંટિયા તોડી દઈશ. નિર્દોષ વ્યક્તિને અને ડ્રાઈવરને કેમ કરે છે. તને શરમ આવવી જાેઈએ. ખલીનો એક હાથ પડશે ને તો તું પડી જઈશ.’

રાખી સાવંતે કહ્યું, ‘છોકરીઓ માટે કાયદો બનાવ્યો છે તો એનો ફાયદો ન ઉઠાવ. તને શરમ આવવી જાેઈએ. જાે છોકરાએ કશું ખોટું નથી કર્યું તો છોકરીએને પોતાના હાથમાં કાયદો લેવાનો કોઈ અધિકાર નથી. હું દેશની જનતાને પ્રાર્થના કરું છું કે જે ડ્રાઈવરને છોકરીએ માર્યો છે એ ડ્રાઈવરનું આપણે બધા સમ્માન કરીએ. કારણકે એ મારો ભાઈ હતો. એ કોઈ છોકરીનો હક નથી કે એ કોઈને પણ રસ્તા વચ્ચે મારે. તને લડવાનો એટલો જ શોખ હોય તો બોર્ડર પર જા અને ચાઈનાવાળા સાથે લડાઈ કર.’

લખનઉમાં કૃષ્ણાનગરના અવધ ચાર રસ્તા પર છોકરીએ એક ઉબર ડ્રાઈવરની પીટાઈ કરી. રસ્તા વચ્ચે તમાશો થઇ રહ્યો હતો. કેટલાક લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો તો છોકરી એમના પર પણ બૂમો પડે છે. ફરિયાદ કરનાર ડ્રાઈવર શહાદત અલીએ પોતાના બચાવમાં કહ્યું કે છોકરીએ વિના કોઈ ભૂલે એને થપ્પડ માર્યા, એનો મોબાઈલ ફોન તોડ્યો અને કારના ડૅશબોર્ડમાંથી ૬૦૦ રૂપિયા પણ લૂંટી લીધા.

Follow Me:

Related Posts