fbpx
રાષ્ટ્રીય

૧૫ વર્ષ કરતા વધારે ઉંમરની પત્ની સાથે સંબંધ બાંધવો દુષ્કર્મ નથીઃ અલ્હાબાદ હાઇકોર્ટ

ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારના એક ચૂકાદો આપ્યો છે. અદાલતે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, ૧૫ વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ નહીં માનવામાં આવે. નાબાલિગ પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવાના મામલે હાઈકોર્ટે આરોપી પતિના જામીન અરજી મંજૂર કર્યા છે. આ કેસમાં પતિ પર દહેજ માટે ત્રાસ આપવાનો અને અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

કૉર્ટે કહ્યું છે કે આઈપીસીની કલમ ૩૭૫માં ૨૦૧૩માં સંશોધન થયું છે. આવામાં આ દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતું. આ મામલો મુરાદાબાદનો છે, જ્યાં પત્નીએ પોતાના પતિની વિરુદ્ધ દહેજ, મારઝૂડ કરવા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવવાને લઈને કેસ કર્યો હતો. આ મામલે પતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક અન્ય કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, લગ્નનો જૂઠો વાયદો કરીને શારીરિક સંબંધ બનાવવો રેપ ગુનાની શ્રેણીમાં આવવું જાેઇએ.

હાઈકૉર્ટે આને લઈને કાયદો બનાવવાની વાત કહી હતી. આઈપીસીની કલમ ૩૭૫માં ૨૦૧૩માં કરવામાં આવેલા સંશોધન બાદ ૧૫ વર્ષની ઉંમરથી વધારે વયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતા. કૉર્ટે કહ્યું કે, કલમ ૩૭૫માં અનેક સંશોધન કરવામાં આવ્યા છે. કૉર્ટે અરજીકર્તાના જામીન મંજૂર કરતા શરતોની સાથે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો સંભળાવ્યો હતો.

કૉર્ટે કહ્યું હતું કે, પીડિતાની જાંઘોની વચ્ચે કોઈ ખરાબ હરકત કરવામાં આવે છે તો આને પણ બળાત્કાર સમાન જ માનવામાં આવશે. ખોટી હરકત સ્પષ્ટ રીતે મહિલાના શરીરની સાથે છેડછાડ છે અને આ બળાત્કારના ગુના બરાબર છે. હાઈકોર્ટે બળાત્કારના આરોપમાં દોષીની અપીલ પર સંભળાવેલા ચૂકાદામાં આ ટિપ્પણી કરી.

Follow Me:

Related Posts