fbpx
રાષ્ટ્રીય

સંસદનું ચોમાસુ સત્રઃ ત્રીજા અઠવાડિયાના છેલ્લા દિવસે હોબાળો, કાર્યવાહી સ્થગિત

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા અઠવાડિયાનો આજે છેલ્લો દિવસ છે. પહેલા અને બીજા અઠવાડિયાની માફક આ અઠવાડિયું પણ અત્યાર સુધી હોબાળાથી ભરેલું રહ્યું. વિપક્ષ પેગાસસ જાસૂસી કાંડ અને નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી. તો કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેઓ આ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષનો હોબાળો બંધ નથી થઈ રહ્યો. સંસદની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પહેલા સંસદની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યાથી શરૂ થઈ. લોકસભામાં વિપક્ષી નેતા પેગાસસ પ્રોજેક્ટ મામલે નારેબાજી કરવા લાગ્યા. તો રાજ્યસભામાં વિપક્ષી સાંસદો આ મુદ્દાને લઈને ગૃહની વેલમાં જતા રહ્યા અને ‘ડિસ્ક્લોઝ પેગાસસ’ના નારા લગાવ્યા. હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોર ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ગુરૂવારના ર્ઝ્રદ્બॅેઙ્મર્જિઅ ડ્ઢીકીહજી જીીદિૃૈષ્ઠીજ મ્ૈઙ્મઙ્મ, ૨૦૨૧ને સંસદની મંજૂરી મળી.

આમાં દેશની સુરક્ષા, જન-જીવન અને સંપત્તિને સુરક્ષિત રાખવા માટે જરૂરી સંરક્ષણ સેવાઓ બનાવી રાખવાની જાેગવાઈ છે. વિપક્ષના હોબાળાની વચ્ચે રાજ્યસભામાં આ બિલને ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી. લોકસભામાં આ ૩ ઑગષ્ટના જ મંજૂર થઈ ગયું હતું. બીજી તરફ સંસદ ભવનના ગેટ નંબર ૪ની બહાર નેશનલ કૉન્ફરન્સના ૨ સાંસદોએ આર્ટિકલ ૩૭૦ના મુદ્દા પર હાથ પર કાળી પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યું. હસનૈન મસૂદી અને મોહમ્મદ અકબરે લોનને કહ્યું કે, જે પણ ત્યાં થયું એ અમને આપવામાં આવેલા વાયદાની વિરુદ્ધ હતું. જે છીનવવામાં આવ્યું, એ પાછું આપવામાં આવે. ત્યાં પહેલા જેવી સ્થિતિ લાવવામાં આવે ત્યારે જ ત્યાં શાંતિ થઈ શકશે.

ઉલ્લેકનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર ૧૯ જુલાઈથી શરૂ થયું. પહેલું અને બીજું અઠવાડિયું મળીને સંસદના બંને ગૃહમાં ૧૮ કલાક જ કામ થઈ શક્યું, જે ૧૦૭ કલાક હોવું જાેઇતુ હતું. લોકસભામાં ૭ કલાક અને રાજ્યસભામાં ૧૧ કલાક કામકાજ થયું. કામકાજ ના થવાથી ટેક્સપેયર્સના ૧૩૩ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું.

Follow Me:

Related Posts