સૌથી વધુ યુવાનોને નોકરી આપનાર રાજ્ય ગુજરાતઃ રૂપાણી
૫૦ રોજગાર મેળા સહિતના વિવિધ કાર્યક્રમોનો સુરતથી શુભારંભ, મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહારઃ કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરે છે પણ તેઓ પોતે બેરોજગાર થઈ ગયા છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણતાના અવસરે આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રોજગાર દિવસ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સુરતના આંગણે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી રૂપાણી સરસાણા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તેઓ પોતે બેરોજગાર થઇ ગયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રોજગાર દિવસે ૫૦ હજાર યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હતો પરંતુ ૬૨ હજાર યુવાનોને રોજગાર આપવામાં આવ્યો છે. ગુજરાત રોજગારની દ્રષ્ટિએ દેશમાં અગ્રસ્થાને છે. કોરોનાકાળ દરમિયાન અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાંથી ૨૫ લાખ લોકોએ પોતાના વતન તરફ ગયા હતા. પરંતુ એક પણ રાજ્યોમાંથી ગુજરાતમાં લોકો આવ્યા નથી એ દર્શાવે છે કે ગુજરાતના લોકો અન્ય રાજ્યોમાં ખૂબ ઓછા પ્રમાણમાં રોજગાર માટે જાય છે. ગુજરાતની અંદર રોજગારીની વિપુલ તકો રહેલી છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તેઓ પોતે બેરોજગાર થઇ ગયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાેતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસના નેતાઓ બેરોજગાર થઇ ગયા છે. ભાજપ પાર્ટી જે કહે છે તે કરીને રહે છે અને જે કરે છે તે જ કહે છે. ગુજરાતની ભૂમિ અપોર્ચ્યુનિટીની ભુમી છે અહીં યુવાનોને રોજગાર મળે છે. રાજ્ય સરકાર સતત પ્રયાસ કરે છે કે યુવાનોને વધુમાં વધુ રોજગાર મળે અને રાજ્યમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત થાય તેના માટે પણ પ્રયત્નશીલ છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થયા અને યુવાનોને રોજગારી મળે તે દિશામાં કામ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત વિકાસની ગતિ હરણફાળ ભરશે. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં યુવાનો આગળ વધી રહ્યા છે ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં પણ ગુજરાતના યુવકો ડંકો વગાડી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વાત હોય કે જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાની વાત હોય તમામ બાબતે ભાજપ સરકારે જે કહ્યું છે તે કરીને રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવા માટે ગુજરાત હંમેશા અગ્રેસર રહે છે.
Recent Comments