ભાવનગરમાં કોંગ્રેસે યુવા શક્તિદિનની ઊજવણીના વિરોધમાં પાણીમાં ભજીયા તળી વિરોધ કર્યો
ભાજપ દ્વારા “યુવા શક્તિ દિન”ની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે ભાવનગર કાૅંગ્રેસ દ્વારા રોજગારી ને લઈ કલેકટર કચેરી ખાતે પાણીમાં ભજીયા-ગોટા તળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરાઈ હતી,
જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા પાંચ વર્ષની ઉજવણીના ભાગ રૂપે રોજગારીની તકો આપવાનો જે ઢંઢેરો કરી રહ્યા છે, ૨૦૧૪ થી અત્યારે સુધી દરવર્ષે ૨ કરોડ લોકો ને નોકરી આપવાની જાહેરાત કરી હતી તે પણ પૂર્ણ કરી નથી, યુવાનો રોજગારી માટે ઘર ઘર ભટકી રહ્યા છે, યુવાનોને રોજગારી આપવાના બદલે આ ભાજપ સરકાર બેરોજગાર કરી રહી છે.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા કાૅંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ, વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહિલ તથા કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ સહિતના કાૅંગ્રેસ સમિતિના આગેવાનો, કોર્પોરેટર, યુથ કાૅંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કાૅંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments