અમરેલી જિલ્લાના ૨૭ ગામોમાં ૧૦૦% કોરોના વેક્સિનેશન પૂર્ણ
સમગ્ર રાજ્યની જેમ અમરેલી જિલ્લામાં પણ કોરોના વેકસીનેશન કાર્યક્રમ પુર જોશમાં ચાલી રહયો છે. અમરેલી જિલ્લાનાં વિવિધ તાલુકાઓના ૨૭ જેટલા ગામોએ ૧૦૦% વેક્સિનેશન પૂર્ણ કર્યું છે. આ ગામોમાં સાંગાડેરી, ખીજડીયા, શંભુપરા, નાના ગોખરવાળા, નાના માંડવડા, ખારી, આદપુર, ડેરી પીપરીયા, ચારણ પીપળીયા, જુના બાદનપુર, જંગર, ફતેગઢ, ફાચરીયા, બાલાની વાવ, નાના–મોટા સાકરીયા, ભાકોદર, બાબરકોટ, વ્હારાસ્વરૂપ, બાબરપરા, પ્રતાપગઢ, ગાંજાવદર, સમુહખેતી, મોટી રીગણીયાળા, વણોટ, પાટી, ગણેશગઢ અને બવાડા જેવા ગામોનો સમાવેશ થાય છે. આ અંગે વિગતો આપતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ જણાવ્યુ હતું કે જિલ્લાના ૨૭ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ કેમ્પો કરીને તમામ લોકોને રસી આપવામાં આવી હતી.
રસીકરણની કામગીરી ૧૦૦% સફળ કરવામાં ગામોનાં સંબધિત મેડીકલ ઓફીસરશ્રીઓ તથા તમામ આરોગ્ય સ્ટાફ અને વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લાનાં તમામ ગામોમાં ૧૦૦% કામગીરી સત્વરે પુર્ણ થાય તે બાબતે ગામનાં સરપંચશ્રી, લોક આગેવાનો, ધર્મગુરૂઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આ વેકસીનેશન કાર્યક્રમમાં ભાગીદાર બને તેવી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી
Recent Comments