ભાવનગર શિશુવિહારની બાળ તાલિમને મળેલ રાષ્ટ્રીય એવોર્ડપચ્ચિમ ભારતની યુનિવર્સિટી ઓ માટેના – ક્રેડીટેશન I.S.T.D (ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ) ચેપ્ટર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ નો “ક્વોલિટી એક્સલેસ એવોર્ડ” શિશુવિહારની બાળ-કેળવણીને મળ્યો છે. વડોદરાથી ઓ.એન.જી.સી તથા વિવિધ ૯ યુનિવર્સિટી તેમ ૬૯ સ્વૈચ્છિક સંસ્થાઓનાં તારીખ ૨૪-૨૫ જુલાઈનાં પ્રેઝન્ટેશન બાદ રાષ્ટ્રીય સ્તરે જ્યુરીએ ભાવનગરની શિશુવિહાર સંસ્થાને એવોર્ડ માટે પસંદ કરેલ છે. ૧૫ ઓગષ્ટે વડોદરામા બી.એ.પી.એસનાં આંતરરાષ્ટ્રીય વક્તા સ્વામીશ્રી જ્ઞાન વાત્સલજી મહારાજ તેમજ પ્રા.ડૉ. પ્રેમશારદાની અધ્યક્ષતમાં યોજનાર સન્માન સમારોહમાં શિશુવિહાર સંસ્થાનાં મંત્રી ડૉ.નાનકભાઈ ભટ્ટનું બાળકોની અ-વૈધિક તાલિમ અને સમાજ પરીવર્તનની કેટેગરીમા વ્યક્તિગત કેટેગરીમા અભિવાદન થશે. વર્ષ ૧૯૮૩થી ભાવનગરનાં કાઠા વિસ્તારના ગામડાઓ થી શરુ થયેલ ડૉ.નાનકભાઈ ભટ્ટની સેવા યાત્રા થકી રિલાયન્સ ફાઉન્ડેશન અને સરદાર સરોવરનાં પુનવર્સન વિભાગને પણ નોંધનીય યોગદાન પ્રાપ્ત થયુ છે. ગુજરાત રાજ્યના વ્યુમન રાઈટ ચેપ્ટર તથા ગવર્નર સેવા પદકથી સન્માનિત ડૉ.નાનકભાઈ ભટ્ટનું સન્માન શિશુવિહાર ભાવનગર માટે ગૌરવવંત બને છે
બાળ કેળવણી બદલ શિશુવિહાર સંસ્થા ને I.S.T.D દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ BAPS સંસ્થા ના આંતરરાષ્ટ્રીય સ્પીકર વરિષ્ઠ સ્વામીશ્રી જ્ઞાનવત્સલ્યદાસજી ના હસ્તે આગામી ૧૫ મી ઓગસ્ટ ના રોજ વડોદરા ખાતે અભિવાદન

Recent Comments