સબસીડીની મધલાળ આપીને ખેડુતો અને સનેડા ઉત્પાદકોને અવળા પાટે ચડાવતા અમરેલીજિલ્લા ભાજપના આગેવાનો : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
તાજેતર માં જ અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો અમરેલી તાલુકાના ચિતલ ગામે જઈને સનેડાનું ઉત્પાદન કરતાં ઉત્પાદકો સાથે મીંટીગનું આયોજન કરેલ અને મીટીંગના અંતે સનેડા ઉત્પાદકોનું એસો. બનાવી તેમાંથી એક ઉત્પાદકને પ્રમુખ બનાવેલ અને મીટીંગમાં જણાવેલ કે તમારા સનેડા ઉત્પાદનનો વ્યવસાય વધે અને ખેડુતોને સબસીડીનો લાભ મળે તેના માટે જિલ્લા ભાજપના આગેવાનો એ મીટીંગમાં કહેલું કે અમે સરકારમાં રજુઆત કરીશું. પરંતુ જો ખેડુતોને સનેડાની મામુલી સબસીડી મળે તેના માટે સનેડાનું આર.ટી.ઓ. પાસીંગ કરાવવું જરૂરી છે,
અને જો સનેડાનું આર.ટી. ઓ. પાસિ૬/ગ્:ત્સગ થાય તો ખેડુતોએ આર.ટી.ઓ. પાસીંગ ચાર્જીસ , આજીવન રોડ ટેક્ષ, જીએસટી, પીયુસી ચાર્જીસ , વગેરે જેવા અનેક ચાર્જીસ ખેડુતોને સરકારને ચુકવવા પડે છે, પરીણામે સનેડાની કિંમત હાલની કિંમત કરતા મોઘીદાટ બની જાય છે. જેનાથી નાના ખેડુતોને સનેડો લેવો સપનું બની જાશે,સનેડોએ ખેડુતોનું ગાડુ છે, આ ગાડાને કોમિ૬/ગ્:ત્સશીયલ બનાવીને કહેવાતા જિલ્લા ભાજપના આગેવાનો સરકારની તીજોરી ભરવા માંગે છે, માટે કહેવાતા અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો ખેડુતોને સબસીડીની મધલાળ બતાવીને અને સનેડા ઉત્પાદકોને ધંધાનો વ્યાપ વધારવાની લાલચ આપીને ભાજપના આગેવાનો ખેડુતો અને સનેડા ઉત્પાદકોને અવળે પાટે ચડાવવાનું બંધ કરે તેવું નિવેદન અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આપ્યું છે.
Recent Comments