fbpx
ગુજરાત

ઓળખ અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા વનબંધુ માટે સયુંકત રાષ્ટ્રસંઘે જાહેર કરેલ આંતરરાષ્ટ્રીય વર્ષ દાયકા સુધી માન્યતા નવ ઓગસ્ટ ઉજવતા આદિવાસી દિન

ઑગસ્ટ – આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન આદિવાસીઓ પોતાની અસ્મિતા , ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખે , તેમની જે વિવિધ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સમગ્ર વિશ્વ જાણે , સમજે , જાગૃત બને અને તેના વિશે ચિંતિત બને એવા આશયથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૩ ના વર્ષને ‘ આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ ” તરીકેની જાહેરાત કરી હતી . તથા ૧૯૯૫ થી ૨૦૦૪ ના દશ વર્ષ સુધીના સમયગાળાને ‘ આદિવાસી દાયકા ‘ તરીકેની માન્યતા આપેલ છે અને પ્રતિવર્ષ ૯ મી ઑગસ્ટને ‘ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ‘ તરીકે ઊજવવાનું તેવી જાહેરાત કરેલી છે . આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તરે આદિવાસીઓની સમાજલક્ષી , આર્થિક , રાજકીય , શૈક્ષણિક એમ વિવિધ સમસ્યાઓ છે . તેમનો સ્વાતંત્ર્યનો , સમાનતાનો અને સામાજિક ન્યાયનો માનવીય હક્ક છે . આ માનવીય હક્કો તેઓ ભોગવી શકતા નથી . હજારો – લાખો વર્ષથી તેઓ પ્રકૃતિની સાથે રહીને જીવ્યા છે . આજે શહેરીકરણના પ્રતાપે આ જંગલો કપાવા મંડ્યાં છે . સમાન કામ માટે સમાન વેતન તથા આર્થિક પ્રવૃત્તિની પસંદગીથી તેઓ વંચિત છે . સરકારી ક્ષેત્રની અમલદારશાહી અને નોકરશાહીથી ત્રસ્ત છે . આદિવાસીઓના ઘણા ઘણા પ્રશ્નો છે જે તેના વિકાસ આડે અંતરાયો ઊભા કરે છે . તેમની આ પછાતતા જ્ઞાતિ કે પેટા જ્ઞાતિની કસોટીના આધારે નક્કી ના કરી શકાય . આથી આ પછાતપણામાંથી વિકાસ તરફ ગતિ કરવા , સશક્તિકરણ કરવા , મૂળ રહેવાસીઓની ઓળખ , અસ્મિતા અને અસ્તિત્વ , પછાતપણાને લગતા પ્રશ્નો અંગે સમગ્ર વિશ્વ સભાન બને તથા આદિવાસીઓ પોતે સ્વમાનભેર જીવી શકે તે સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંત પ્રમાણે આજના યુગની તાતી જરૂરિયાત છે . આદિવાસીની વ્યાખ્યા : આદિવાસીઓ ભારતના મૂળ રહેવાસી કે મૂળ વાસી તરીકે ઓળખાય છે , તેઓ આદિકાળથી જ ભારતમાં વસતા હોવાથી ‘ આદિવાસીઓ ’ એવું નામ આપવામાં આવ્યું છે . સામાજિક માનવવિજ્ઞાનના અભ્યાસીઓએ એક નિશ્ચિત ભૂ – ભાગમાંવસતા , એક જ ભાષા – બોલી બોલતા , સુરક્ષા માટે સંગઠિત રહેતા , આગવી પ્રાથમિક અર્થવ્યવસ્થા અને સમાન ભાવના ધરાવતા , સ્વાયત સમાજ અને વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા સરલ સમુદાયને આદિવાસી ‘ તરીકે ઓળખાવે છે . ભારતીય બંધારણ પ્રમાણે આદિવાસીઓને “ અનુ . જનજાતિ ” એવું નામ આપવામાં આવ્યું છે . આ પ્રકારના જનસમુદાયો માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવી નથી . પરંતુ આવી જાતિઓની યાદી તૈયાર કરવાનું કામ તથા જવાબદારી એ રાષ્ટ્રપતિને સોંપાયેલ છે અને આ યાદીમાં સમાવિષ્ટ થયેલી જાતિઓને ‘ અનુસૂચિત જનજાતિ ‘ તરીકે ઓળખવામાં આવે છે . ૧૯૯૫ ની સાલમાં દુનિયામાં પચાસથી પણ વધુ દેશોમાં તેમની સંખ્યા લગભગ ૩૦ કરોડ કરતાં પણ વધુ હતી . આજે ભારતની કુલ વસ્તીના ૮ ટકા જેટલા આદિવાસીઓ ગણાય છે . જ્યારે ગુજરાતની કુલ વસ્તીના ૧૫ ટકા જેટલા આદિવાસીઓ ગણાય છે . ભારતની કુલ જમીનના ૧૯ ટકા જમીનમાં આ આદિવાસીઓ વસવાટ કરે છે , જેમાં ભિન્ન ભિન્ન જનજાતિઓના લગભગ પ૦૦ સમુદાયો છે . ગુજરાતમાં આદિજાતિના આજે ઓગણત્રીસ વિવિધ સમુદાયો કે ઉપજાતિઓ વિકસેલી છે . હમણાં હમણાં દક્ષિણ ગુજરાતમાં વિકસેલો ‘ સતિપતિ સમુદાય ’ આ રાષ્ટ્રના મૂળ રહેવાસી અને હક્કદાર હોવાનો દાવો કરે છે અને આ સમુદાયના લોકો વર્તમાન સરકારને માનવાનો ઇન્કાર કરે છે . ગુજરાતમાં આદિવાસી વિસ્તાર તરીકે પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં , ઉત્તરમાં અરવલ્લીના પહાડો , પૂર્વમાં સાતપુડા અને વિધ્યની હારમાળા અને દક્ષિણમાં સહ્યાદ્રિની પર્વતમાળા એ આદિવાસીઓનું નિવાસસ્થાન છે  આદિવાસી અસ્તિત્વનું જોખમ : સમગ્ર વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં વિશ્વના મૂળવાસી તરીકે આદિવાસી ગણાય છે . અન્ય જાતિ , કોમ કે ધર્મના લોકો અન્ય વિવિધ પ્રદેશોમાંથી આવીને વસ્યા છે અને ત્યાં તેઓએ પોતાનો વિકાસ કર્યો છે . આજના સમયે ધાર્મિક – સાંસ્કૃતિક આક્રમણો , ઔદ્યોગીકરણ , વિવિધ તકો વિ . થકી આદિવાસીઓ તેની મૂળ સ્વરૂપની સંસ્કૃતિ અને આધુનિકીકરણ , શહેરીકરણ , પાશ્ચાત્યકરણ , સ્થળાંતર , વિકાસની વધતી જતી અસ્મિતાને ખોઈ બેસવા માંડ્યા છે . વિવિધ આદિવાસી સમુદાયોમાંથી કેટલીક જતો આજે નષ્ટપ્રાય પણ થવા માંડી છે . જેમાં એકલા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજયમાંની પાંચ આદિવાસી જાતિઓ લુપ્ત થતી રહી છેજેમાં બસ્તરના માદિયા , છત્તીસગઢના બાઇગા , ઝીબુઆના ભીલ અને ભીલાળા તથા પાતાળકોટમાં રહેતી ભારિયા જાતિ . આફ્રિકામાં પણ બે – ચાર એવી જતિ છે જેના આજે ૨૫ થી ૩૦ કરતાં વધારે સભ્યો નથી . ઝારખંડના બિરસા મુન્ડાએ ‘ વિક્ટોરિયાનું રાજ જશે અને આદિવાસીઓનું રાજ આવશે ’ એવું સૂત્ર આપીને અંગ્રેજો સામે બંડ પોકારેલું . ઝાંસીની રાણી સાથે અંગ્રેજો સામે શહાદત વહોરનાર ઝનકારીબાઈ આદિવાસી હતી . મોગલો સામે પોતાની વફાદારી નિભાવનાર પૂંજા ભીલને રાણા પ્રતાપે ‘ મેવાડના રાણા’ની પદવી આપી હતી . આ જ લડાઈમાં પ્રથમ શહીદ થનાર આદિવાસી યુવતી હલદીબાઈના નામ પરથી તે સ્થળનું નામ હલદીઘાટ આપેલું . રાણા પ્રતાપની શાલીન પરંપરામાં આઝાદ ભારતના ઇતિહાસમાં આદિવાસી ચળવળોને મામૂલી મોરચાઓમાં ખપાવીને કરાતો અન્યાય ભેંસનાર ઇતિહાસવીરની રાહ જોવાય છે . આઝાદી પછી બંધારણની કલમ ૩૪૨ અન્વયે સને ૧૯૫૦ માં બંધારણના ૧૨ મા પરિશિષ્ટમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિનું બિરુદ મળ્યું . એને પગલે અનામતના લાભો મળ્યા . ૭૩ માં બંધારણીય સુધારાએ પંચાયતી રાજ દ્વારા ગ્રામ સ્વશાસનમાં ભાગીદારીની તકે આદિવાસીઓને પણ આપી . ગુજરાતમાં ૧૯૯૭ માં સ્વશાસનનો કાયદો પણ ઘડાયો . સમગ્ર વિશ્વકક્ષાએ મૂળવાસીઓના અસ્તિત્વ , અસ્મિતા , કુદરતી સંસાધનો અને તેમની વિવિધ સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ઈ.સ. ૧૯૯૩ ને આંતરરાષ્ટ્રીય મૂળવાસી વર્ષ જાહેર કરેલું . ઈ.સ. ૧૯૯૭ માં યુનોએ દુનિયાના પંદરેક આદિવાસી સંગઠનોને પોતાની આર્થિક અને સામાજિક સમિતિમાં માન્યતા આપી . તેમજ મૂળવાસીઓની સમસ્યાઓ અને અધિકાર ઉલ્લંઘન નાબૂદ કરવા સૌ દેશોને આહ્વાન કર્યું . મૂળવાસીઓના પ્રશ્નો પર સમગ્ર વિશ્વનું ધ્યાન દોરવા ઈ.સ. ૧૯૯૫ થી ૨૦૦૪ નો ગાળો ‘ મૂળવાસી દાયકા ‘ તરીકે ઘોષિત કર્યો . ખેર , એ બધું છતાંય આજે તો એ મૂળ નિવાસી – આદિવાસીને વતનમાં જ વસવાયા બન્યાનો ઊનો અહેસાસ છે . તે એકલવ્ય બનીને હાંસિયા પર ધકેલાતો જ રહેશે કે પછી અર્જુન બનીને મુખ્ય ધારામાં પણ આવશે ?

Follow Me:

Related Posts