યોગી સરકારે કાકેરી કાંડનું નામ બદલીને કાકોરી ટ્રેન એક્શન કર્યું
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ‘કાકોરી કાંડ’નું નામ બદલીને ‘કાકોરી ટ્રેન એક્શન’ કરી દીધું છે. સરકાર માને છે કે ‘કાંડ’ શબ્દ ભારતના આઝાદીની લડાઇના ભાગરૂપે ઘટનાની અપમાનની ભાવનાને દર્શાવે છે. આ કારણોસર તેનું નામ બદલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ કાકોરીમાં આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાર્તા પઠન, તિરંગા યાત્રા, ફિલ્મ પ્રદર્શન સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને અન્ય ઘણા મહેમાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
કાકોરી ટ્રેન એક્શન ડેની ૯૭મી વર્ષગાંઠ પર ેંઁ ઝ્રસ્ યોગીએ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા સેનાનીઓની અમર આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા ેંઁ ઝ્રસ્ યોગીએ જણાવ્યું હતું કે, અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે કે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત, આઝાદીના લડવૈયાની પ્રેરણાનું અમૃત, નવા વિચારોનું અમૃત, નવા સંકલ્પનું અમૃત, સ્વતંત્રતાનું અમૃત, ેંઁ ઝ્રસ્ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને અમૃત મહોત્સવના ‘પંચ સૂત્રો’ આપ્યા છે.
Recent Comments