કોરોના વોરિયર્સનું સન્માન રેસિડેન્ટ ડોક્ટરે પરત કરી નોંધાવ્યો વિરોધ
આજે પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત છે. સાત દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માંગણીઓ પર મક્કમ છે. તો રાજ્ય સરકાર દ્વારા રેસિડેન્ટ ડોક્ટરની માંગ સ્વીકારવા તૈયાર નથી. રાજ્ય સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે પણ બિનશરતી ચર્ચા કરવા તૈયાર છે. તો રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માંગ પર ઝુકવા તૈયાર નથી. અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં ૩૦૦ જેટલા રેસિડેન્ટ ડોકટર કામથી અળગા રહી. પોતાની માંગ પૂર્ણ કરવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.
રેસિડેન્ટ ડોકટરો અને સરકાર આમને સામને આવી ગયા છે. રેસિડેન્ટ ડોકટરને હવે હોસ્ટેલ ખાલી કરવા આદેશ કરી દીધો છે. ત્યારે અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજના તબીબી અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન નિયામક દ્વારા રેસિડેન્ટ ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવા લેખિતમાં આદેશ કર્યો છે. જેને લઈ રેસિડેન્ટ ડોક્ટરો વધુ રોષે ભરાયા છે.
રેસિડેન્ટ ડોકટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકાર ડૉક્ટરોનું અપમાન કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. જે ડોક્ટરોને કોરોના વોરિયર્સના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તે રેસિડેન્ટ ડોકટરોએ કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર પરત કરી વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટરની માંગ સ્વીકારાશે નહીં ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા ચીમકી ઉચ્ચારી છે.
રેસિડેન્ટ ડોક્ટરની માંગ છે કે, બોડી સર્વિસનો સમયગાળો એક બે મુજબ કરવામાં આવે તેમજ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવે. ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોકટર્સ ન હોવાને લીધે એકેડમી યર કોવિડ માં વેડફાયો હોવાથી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસીડેન્સી પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ પાડવામાં આવે.પરંતુ રેસિડેન્ટ ડોક્ટરની માંગ સ્વીકારવા તૈયાર નથી તો રેસિડેન્ટ ડોકટર પોતાની માંગ પર અડગ છે.
Recent Comments