રાજકોટમાં તબીબોએ કોરોના વોરિયર્સ સન્માનપત્રને શ્રદ્ધાંજલિ આપી વિરોધ કર્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડતર માંગણીને લઇને રેસિડેન્ટ ૨૫૦ અને ઇન્ટરનલ ૧૫૦ ડોક્ટર હડતાળ પર ઉતરી આવ્યા છે. આજે તબીબોની હડતાલનો છઠ્ઠો દિવસ છે. ત્યારે તબીબોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તેમને આપેલા કોરોના વોરિયર્સ સન્માન પત્રને શ્રદ્ધાંજલિ આપી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમા પંડિત દિન દયાળ મેડિકલ કોલેજ ખાતે છેલ્લા ૬ દિવસથી તબીબો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યાં છે. જેમાં ૨૫૦ જેટલા રેસિડેન્ટ અને ૧૫૦ ઇન્ટરન ડોક્ટરની જાેડાયા છે. ગઈકાલે તમામ તબીબો મેડિકલ કોલેજના પટાંગણમાં ધરણા પર બેઠા હતા. તેમજ ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તબીબો જૂની માગણીને લઈને અડગ વલણ દેખાડી રહ્યાં છે. સરકાર દ્વારા આપવામાં આવેલા સન્માન પત્ર પણ પરત આપશે. તબીબોને સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા. જે હવે પરત કરવાનો ર્નિણય લીધો છે.
Recent Comments